ETV Bharat / sports

Virat Kohli: ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કોહલીની વિરાટ કમાણી, રકમ સાંભળીને ચક્કર આવી જશે - एक इंस्टाग्राम पोस्ट के बदले कोहली का चार्ज

હોપર HQ દ્વારા સંકલિત 2023ની ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વિરાટ કોહલીની કમાણી ઘણી વધી ગઈ છે, શું તમે જાણવા માગો છો કે આ કમાણી કેટલી થઈ છે....

Virat Kohli
Virat Kohli
author img

By

Published : Aug 11, 2023, 3:37 PM IST

નવી દિલ્હીઃ હોપર ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરતા લોકોની માહિતી આપતુ રહે છે. હોપરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કમાણી કરતા લોકોની યાદી જાહેર કરી છે. હોપર HQ દ્વારા સંકલિત 2023ની ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ અનુસાર, ભારતમાં ક્રિકેટ અને તેના ખેલાડીઓ પ્રત્યે લોકોનો ક્રેઝ ખૂબ જ છે. એટલા માટે ઘણા ખેલાડીઓના સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. પરંતુ વિરાટ કોહલીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં કોહલીનો ક્રેઝઃ જો કે ભારતમાં અત્યાર સુધી ઘણા ફેમસ ક્રિકેટર બની ચૂક્યા છે, પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયામાંથી તેની કમાણી માટે પ્રખ્યાત હોવાનું કહેવાય છે અને તે ઘણા દિગ્ગજ લોકોની સાથે તેની સ્પર્ધા છે. આ જ કારણ છે કે કોહલીની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં પણ થાય છે.

2021માં કેટલી રકમ લેતો હતોઃ જો આપણે 2021 ની હોપર ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટના ડેટાને ધ્યાનમાં લઈએ, તો તે સમયે વિરાટ કોહલી સૌથી વધુ ફી ચાર્જના સંદર્ભમાં વિશ્વમાં 19મા ક્રમે હતો અને વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 680,000 ડોલર (લગભગ રૂપિયા 5 કરોડ) લેતો હતો. પરંતુ હવે આ રકમ વધુ વધી ગઈ છે.

2023માં ધરખમ વધારોઃ 2023ના રિપોર્ટ અનુસાર આ રકમ વધીને હોપર દ્વારા ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટના 2023ના રિપોર્ટ અનુસાર આ રકમ વધીને 11.45 કરોડ થઈ ગઈ છે. જો તમે તેની 2021 સાથે સરખામણી કરો છો, તો તે બમણાથી વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે, કોહલી માત્ર તેની ઈમેજને કારણે જ લોકપ્રિયતા મેળવી રહ્યો નથી, પરંતુ તેની દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કરોડો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ પ્રમાણે પૈસા મળે છે: અમે તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામના તમારા ઈન્સ્ટા એકાઉન્ટમાં તમારા જેટલા ફોલોઅર્સ હશે તેટલી જ તમારી આવક વધી શકે છે. સામાન્ય રીતે કહીએ તો, જો તમારી પાસે 1 મિલિયન ફોલોઅર્સ છે, તો તમે 2 થી 3 લાખ કમાઈ શકો છો, પરંતુ જો તમારી પાસે 10 મિલિયન ફોલોઅર્સ છે, તો તમે સરળતાથી 15 થી 20 લાખ કમાઈ શકો છો.

આ પણ વાંચોઃ

  1. Income Tax By BCCI: જાણો કેટલી કમાણી BCCIએ કરી અને કેટલો ટેક્સ ભર્યો
  2. Nine fixtures For ICC WC 2023 Date : વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યુલ જાહેર, જાણો કેટલી મેચોની તારીખ બદલાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.