ETV Bharat / sports

Asia Cup 2023: એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી - એશિયા કપની ટીમ

એશિયા કપ 2023માં રમવા જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરતા સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ અને આર.અશ્વિનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ અને પ્રસિધ્ધક્રિષ્ણાની પસંદગી કરવામાં આવી છે.

Etv BharatAsia Cup 2023
Etv BharatAsia Cup 2023
author img

By

Published : Aug 21, 2023, 3:09 PM IST

નવી દિલ્હીઃ એશિયા કપ રમવા જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની પસંદગી બાદ પસંદ કરાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી હતી. એશિયા કપ 2023માં રમી રહેલી ટીમની જાહેરાત કરતી વખતે, BCCIએ માહિતી આપી હતી કે, મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે કેએલ રાહુલ વિકેટ-કીપર બેટ્સમેન તરીકે ટીમમાં પરત ફર્યા છે, જ્યારે તેના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને આર.અશ્વિનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

  • Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, KL Rahul, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna

    Traveling stand-by…

    — BCCI (@BCCI) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તિલક વર્માને તકઃ આ સિવાય ટીમમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પર વિશ્વાસ વ્યક્ત કરતા બંનેને ટીમમાં રાખવામાં આવ્યા છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તિલક વર્માના વખાણ કર્યા અને તેમનામાં વિશ્વાસ રાખવાનું કારણ પણ આપ્યું. આ સિવાય ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ વાપસી થઈ છે.

એશિયા કપ 2023 માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ પટેલ , કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ ક્રિષ્ણા. બેકઅપ વિકેટકીપર: સંજુ સેમસન (વિકેટકીપર).

30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆતઃ વર્લ્ડ કપ પહેલા એશિયા કપ 2023નું આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. જ્યારે ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે ટીમ નેપાળ સામે ટકરાશે. એશિયા કપ ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે.

આ પણ વાંચોઃ

  1. India vs Ireland T20: ભારતે આયર્લેન્ડને 33 રને હરાવ્યું, સિરીઝ 2-0 થી જીત મેળવી
  2. Antim Panghal: અંતિમ પંઘાલે રચ્યો ઈતિહાસ, જીત્યો સતત બીજી વખત ગોલ્ડ મેડલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.