ETV Bharat / sports

IPL 2023 Finals : ભારે રસાકસી વચ્ચે ચેન્નાઈ 5 વિકેટથી જીતીને સુપર કિંગ્સ થયું, પાંચમી વાર ચેમ્પિયન - Tata IPL 2023 Final Match

IPL 2023 Finals આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ CSKvGT સામે ફાઈનલ મેચ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઈટન્સ પ્રથમ રમતા 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. ભારે વરસાદ થતાં મોદી સ્ટેડિયમમાં પાણી ભરાયા હતા. અને મેચને અટકાવવી પડી હતી. હવે પછી ચેન્નાઈને ફાઈનલ જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતના જવાબમાં ચેન્નાઈએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવી લીધા હતા અને આઈપીએલ ફાઈનલ જીતી લીધી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 29, 2023, 6:47 PM IST

Updated : May 30, 2023, 8:26 AM IST

અમદાવાદ : Tata IPL 2023 Finals અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે 29 મે, 2023ને સોમવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ CSKvsGT વચ્ચે ફાઈનલ મુકાબલો હતો. ગુજરાત સામે ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રનનો હાઈસ્કોર બનાવ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદ થતાં મેચ અટકાવી પડી હતી. ત્યાર બાદ રાત્રે 11.45 કલાકે એમ્પાયરોએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યા પછી ચેન્નાઈ સુપર કિંગ્સને મેચ જીતવા માટે ઓવર અને રનનો ટાર્ગેટ ઘટાડીને 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

IPL 2023 Finals રવીન્દ્ર જાડેજા મેચ જીતી ગયા બાદ રીવાબા અને દીકરી સાથે

ચેન્નાઈ સુપર કિંગ્સ બન્યુંઃ રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં એક સિક્સ અને છેલ્લા બોલે ચોક્કો ફટકારીને ચેન્નાઈને જીતાડી દીધું હતું. આઈપીએલ ફાઈનલ જીતાડીને રવિન્દ્ર જાડેજાએ એમ એસ ધોનીને સૌથી મોટી ગિફ્ટ આપી છે. આજની મેચ ભારે વરસાદ પછી ભારે રસાકસીવાળી અને હાઈવોલ્ટેજ ડ્રામાવાળી મેચ બની રહી હતી. મોડીરાતના 1.30 વાગ્યા સુધી દર્શકો મોદી સ્ટેડિયમમાં ખીચોખીચ રહ્યા હતા.

GTની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા 39 બોલમાં 5 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 54 રન બનાવ્યા હતા. સુબમન ગિલ 20 બોલમાં 7 ચોક્કા ફટકારીને 39 રન કર્યા હતા. સાંઈ સુદર્શન 47 બોલમાં 8 ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 96 રન બનાવ્યા હતા. રાશિદ ખાન 2 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. હાર્દિક પંડ્યા 12 બોલમાં 2 સિક્સ ફટકારીને 21 રન(નોટઆઉટ) બનાવ્યા હતા. ટીમને 4 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સનો કુલ સ્કોર 4 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા.

CSKની બોલીંગઃ દીપક ચાહર 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. મહીશ થીકસાના 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજા 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ ઝડપી હતી અને મથીશા પથીરાના 4 ઓવરમાં 44 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

વરસાદ પછી જીત માટે 170 રનનો ટાર્ગેટઃ ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં રમવા આવ્યું ત્યારે 3 બોલમાં 4 રન બનાવ્યા હતા, ત્યાં અમદાવાદમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. અને મેચને અટકાવી પડી હતી. પીચને કવર કરી લેવાઈ હતી. જો કે વરસાદ ભારે હતો. જેથી સ્ટેડિયમમાં પાણી ભરાયા હતા. જો કે રાત્રે 11.30 વાગ્યે એમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમ છતાં પીચ ભીની હતી. જો કે 11.45 કલાકે એમ્પાયરોએ ફરીથી નિરીક્ષણ કરીને રાત્રે 12.10 કલાકે મેચ રમવાનું શરૂ કરવાનું કહ્યું હતું. ઓવરમાં પણ ઘટાડો કર્યો હતો. નિયમ મુજબ ચેન્નાઈને જીત માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

નવા નિયમઃ (1) ચેન્નાઈને જીત માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ, (2) ચાર ઓવર પાવર પ્લે રહેશે (3) દરેક બોલર ત્રણ ઓવર નાંખી શકશે

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગઃ 15 ઓવરમાં171 રનના ટાર્ગેટને ચેઝ કરતાં રૂતુરાજ ગાયકવાડ 16 બોલમાં 3 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને26 રન બનાવ્યા હતા. દેવોન કોનવે 25 બોલમાં 4 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 47 રનકર્યા હતા. અજિંક્ય રહાણે 13 બોલમાં 2 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 27 રન બનાવ્યાહતા. અંબાતી રાયડુ 8 બોલમાં 1 ચોક્કો ને 2 સિક્સ મારીને 19 રન કર્યા હતા. એમ એસધોની(કેપ્ટન અને વિકેટ કિપર) 1 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. શિવમ દૂબે 21 બોલમાં2 સિક્સ ફટકારીને 32 રન(નોટઆઉટ) બનાવ્યા હતા અને રવિન્દ્ર જાડેજા 6 બોલમાં 1ચોક્કો ને 1 સિક્સ ફટકારીને 15 રન કર્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટ ગુમાવીને 15 ઓવરમાં 171 રન બનાવી લીધા હતા.

ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહમંદ શામી3 ઓવરમાં 29 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા(કેપ્ટન) 1 ઓવરમાં 14 રન આપ્યા હતા.રાશિદ ખાન 3 ઓવરમાં 44 રન આપ્યા હતા. નૂર અહેમદ 3 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ ઝડપીહતી. જાસુઆ લિટિલ 2 ઓવરમાં 30 રન આપ્યા હતા અને મોહિત શર્મા 3 ઓવરમાં 36 રન આપી 3વિકેટ ઝડપી હતી.

વરસાદની સંભાવનાઃ અમદાવાદમાં સાંજે 6 વાગે વાદળછાયું વાતાવરણ છે. AccuWeatherના રિપોર્ટ અનુસાર રાત્રે 10 વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો કે અહેવાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. રિપોર્ટ અનુસાર અમદાવાદમાં અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે ગઈકાલે રાત્રે 10.45 વાગ્યાથી વરસાદ થયો નથી અને 20-20 ઓવરની મેચ થવાની સંભાવના છે. જોકે હવામાન વિભાગે આગામી 3 કલાક પછી હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

વરસાદ આવશે તો આ નિયમ લાગુ પડશે : પ્લેઓફ અને ક્વોલિફાયરનો નિયમ 2011થી અમલમાં આવ્યો છેે. ત્યારથી, ચેન્નાઈની ટીમ 2011, 2018, 2021 અને 2023 સહિત ચાર વખત ફાઇનલમાં પહોંચી છે. યોગાનુયોગ, છેલ્લી ત્રણ વખત જ્યારે ચેન્નાઈ ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે તે લીગ રાઉન્ડ પછી પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને રહી હતી. આ વખતે પણ ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 2011, 2018 અને 2021માં જ્યારે ચેન્નાઈની ટીમ ફાઇનલમાં પહોંચી ત્યારે તે ચેમ્પિયન બની હતી. હવે જોવાનું એ રહેશે કે ચેન્નાઈ આ વખતે રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહે છે કે નહીં.

પંડ્યાનું ફાઇનલમાં પરફોર્મન્સ : ગુજરાતનો કેપ્ટન હાર્દિક 2015 IPL પછી એકપણ ફાઇનલમાં હાર્યો નથી. આ દરમિયાન તેણે પાંચ ફાઈનલ રમી છે અને તે તમામ જીતી છે. 2015, 2017, 2019 અને 2020માં હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સમાં રહીને ફાઈનલ રમી હતી અને તેની ટીમ ચેમ્પિયન બની હતી. તે જ સમયે, 2022 માં, ગુજરાતના કેપ્ટન તરીકે, હાર્દિકે જીત મેળવી હતી.

બન્ને ટીમની તુલના : ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાતે ત્રણ અને ચેન્નાઈએ માત્ર એક મેચ જીતી છે. ગત સિઝનમાં બંને વચ્ચે બે મેચ રમાઈ હતી, જે બંનેમાં ગુજરાતની ટીમનો વિજય થયો હતો. તે જ સમયે, આ સિઝનમાં બે મેચ રમાઈ હતી. સીઝનની શરૂઆતની મેચમાં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં હાર્દિકની ટીમનો વિજય થયો હતો. આ સાથે જ ક્વોલિફાયર-1માં ચેન્નાઈએ ગુજરાતને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

  1. TATA IPL 2023: અમદાવાદ ખાતે ફાઇનલ મેચ જોવા ઉમટી ભીડ, ફિઝિકલ ટિકિટ વિના પ્રવેશ ન આપતા દર્શકો નારાજ
  2. IPL 2023 Final : અમદાવાદમાં ફાઇનલ જોવા માટે લોકોએ ખાધા પીધા વિના ફૂટપાથ પર રાત ગુજારી

Last Updated : May 30, 2023, 8:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.