ETV Bharat / sports

ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યા રમાશે

ટી-20 વિશ્વ કપ(T20 World Cup)ની તારીખ જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી ભારતની જગ્યાએ UAE માં રમાશે. ICC એ મંગળવારે આ જાહેરાત કરી હતી.

ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર
ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર
author img

By

Published : Jun 29, 2021, 6:16 PM IST

Updated : Jun 29, 2021, 7:22 PM IST

  • ICCએ ટી-20 વિશ્વ કપની તારીખ કરી જાહેેર
  • ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી રમાશે
  • UAE અને ઓમાનમાં રમાશે વિશ્વ કપ

ન્યૂઝ ડેસ્કઃ ટી-20 વિશ્વ કપ ભારતની જગ્યાએ UAE માં રમાશે. કોરોના મહામારીના કારણે વિશ્વ કપને UAE માં સીફ્ટ કરવામાં આવ્યો છે, જેની સોમવારે જાહેરાત કરાઈ હતી, ત્યારે આજે મંગળવારે ICC દ્વારા વિશ્વ કપ(T20 World Cup)ની તારીખની પણ જાહેરાત કરી છે. ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી UAE અને ઓમાનમાં રમાશે. 16 ટીમોની ટુર્નામેન્ટ યુએઈના ત્રણ શહેરો દુબઇ શારજાહ અને અબુધાબી અને ઓમાનમાં રમાશે.

14 નવેમ્બરે ફાઈનલ રમાશે

ICC એ કહ્યું કે, ટૂર્નામેન્ટની યજમાની બીસીસીઆઈ(BCCI) જ કરશે જે હવે દુબઈ આંતરરાષ્ટ્રીટ સ્ટેડિયમ, અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2021 સુધી રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરના રોજ રમાશે.

આ પણ વાંચોઃ ભારતમાં નહીં હવે UAEમાં રમાશે ટી 20 વર્લ્ડ કપ 2021

ટી-20 વિશ્વ કપ ગત વર્ષે ભારતમાં જ રમાવાનો હતો

આ પહેલા BCCI એ જાહેરાત કરી હતી કે, ટી-20 વિશ્વ કપ (T20 World Cup) ભારતની જગ્યાએ UAE માં રમાશે. BCCI સચિવ જય શાહે કહ્યું હતું કે, અમે ટૂર્નામેન્ટને UAE માં શિફ્ટ કરી રહ્યા છીએ. ઉલ્લેખનિય છે કે, ટી-20 વિશ્વ કપ ગત વર્ષે ભારતમાં જ રમાવાનો હતો, જોકે, કોરોના વાઈરસના (Corona epidemic) કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે 2021 ના વિશ્વકપ બાદ 2022માં પણ ટી-20 વિશ્વકપ રમાશે જેની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે.

પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઈંગ ટીમના મેચ રમાશે

ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઈંગ ટીમ ભાગ લેશે. આ વિશ્વકપના પ્રારભિક રાઉન્ડની 8 ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબીઆ, ઓમાન અને પપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે. જેના મેચ ઓમાન અને UAE માં રમાશે. આ મેચમાંથી 4 ટીમો સુપર 12માં પહોંચશે. રાઉન્ડ 1 માં 12 મેચો રમાશે. જેમાં 8 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોમાંથી 4 ટીમો ક્વોલિફાય થઈ ને ટોપ 8 રેન્કિંગ વાળી ટી-20 ટીમોમાં સામેલ થઈ સુપર 12 માં પહોંચશે. પ્રથમ તબક્કાની મેચો UAE ની સાથે સાથે ઓમાનમાં યોજાશે. સુપર 12 તબક્કામાં 30 મેચ રમાશે. જે 24 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. સુપર 12 ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. જેના મેચ UAE માં રમાશે. UAE ના ત્રણ શહેરો દુબઈ શારજાહ અને અબુધાબીમાં રમાશે. ત્યારબાદ ત્રણ પ્લેઓફ મેચ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે.

  • 🚨 NEWS 🚨: BCCI to host ICC T20 World Cup in UAE & Oman

    More Details 👇

    — BCCI (@BCCI) June 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ COVID-19: ICCએ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત

ટી -20 વર્લ્ડ કપને સુરક્ષિત રીતે યોજવાની ICCની પ્રાથમિકતા

ICCના સીઈઓ જ્યૌફ અલ્લાર્ડાઇસે કહ્યું, કે 'અમારી પ્રાથમિકતા ICC ટી -20 વર્લ્ડ કપને સુરક્ષિત રીતે યોજવાનું છે અને તે પણ હાલના સમયપત્રકની અંદર. તેઓએ કહ્યું કે, આ નિર્ણય અમને એવા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની નિશ્ચિતતા આપે છે કે જ્યા પહેલા પણ જૈવિક-સુરક્ષિત વાતાવરણમાં મોટી ટૂર્નામેન્ટો રમાઈ ચૂકી છે.

જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થયો હોતઃ સૌરવ ગાંગુલી

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થયો હોત, પરંતુ હાલની પરિસ્થિતિમાં અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મહત્વને ધ્યાનમાં રાખીને, BCCI યુએઈ અને ઓમાનમાં આ ટૂર્નામેન્ટની યજમાની કરશે.

આ પણ વાંચોઃ એશિયા કપ અંગેનો નિર્ણય મુલતવી, ACCની બેઠકમાં ગાંગુલી અને શાહે ભાગ લીધો

ગત વિશ્વ કપમાં બ્રેથવેટે સતત ચાર બોલમાં ચાર છગ્ગા લગાવીને વેસ્ટ ઈન્ડિઝને બનાવ્યું હતું ચેમ્પિયન

છેલ્લા 5 વર્ષથી ટી-20 વિશ્વકપનો લોકોને ઈન્તજાર છે. છેલ્લે 2016માં આ વિશ્વ કપ રમાયો હતો. જેમાં કોલકતાના ઈડન ગાર્ડન માં રમાયેલા રોમાંચક ફાઈનલ મેચમાં વેસ્ટઈન્ડિઝે ઈગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ મેચમાં છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 19 રન બનાવવાના હતા. જેમાં બેન સ્ટોકની ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના બ્રેથવેટે સતત ચાર બોલમાં ચાર છગ્ગા લગાવીને મેચ જીતાડી હતી. બ્રેથવેટે આ મેચમાં 10 બોલમાં 34 રનની ધમાકેદાર ઈનિગ્સ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 155 રન બનાવ્યાં હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝેની ટીમે સેમ્યુલન્સના અણનમ 85 રન તેમજ છેલ્લે બ્રેથવેઈટના અણનમ 34 રનની મદદથી ટાઈટલ જીત્યું હતું.

જાણો અત્યાર સુધીમાં કઈ-કઈ ટીમ બની છે ચેમ્પિયન

ક્રમચેમ્પિયનરનઅપસ્થળવર્ષ

1

ભારતપાકિસ્તાન સાઉથ આફ્રિકા2007

2

પાકિસ્તાન શ્રીલંકા ઈંગ્લેન્ડ2009

3

ઈંગ્લેન્ડઓસ્ટ્રેલિયાવેસ્ટ ઈન્ડિઝ2010

4

વેસ્ટ ઈન્ડિઝ શ્રીલંકાશ્રીલંકા2012

5

શ્રીલંકાભારત બાગ્લાદેશ 2014

6

વેસ્ટ ઈન્ડિઝઈંગ્લેન્ડભારત2016

ભારતની ટીમ ટી-20 વિશ્વકપની પ્રથમ વિજેતા ટીમ

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2007 માં ટી-20 વિશ્વકપની શરૂઆત થઈ હતી. આ વિશ્વકપ આફ્રિકામાં રમાયો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોંમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસી વારી ભારતની ટીમે આ મેચમાં પાકિસ્તાનને હરાવી વિશ્વકપની પહેલી ચેમ્પિયન ટીમ બની હતી. 2007 ના વિશ્વકપની ફાઈનલ મેચમાં ભારતની ટીમે પ્રથમ બેંટિગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 157 રન બનાવ્યાં હતા જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.3 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતની ટીમ 5 રનથી મેચ જીતી ટી-20 વિશ્વ કપનું પ્રથમ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમે હજુ સુધી એક પણ વખત નથી જીત્યું ટાઈટલ

ટી-20 વિશ્વકપની પ્રથમ ચેમ્પિયન ટીમ ભારત છે. જ્યારે પ્રથમ રનઅપ ટીમ પાકિસ્તાન છે. જ્યારે હાલની વિજેતા ટીમ વેસ્ટ ઈન્ડિઝ છે જેને 2016માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ટી-20 વિશ્વ કપમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ વેસ્ટ ઈન્ડિઝ છે. જેણે 2 વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. જોકે, મહત્વ પૂર્ણ વાત એ છે કે 50 ઓવરના વિશ્વ કપમાં સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી નથી.

વર્ષ 2022નો ટી-20 વિશ્વ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે

ટી-20 વિશ્વ કપ ગત વર્ષે ભારતમાં જ યોજાવાનો હતો. જોકે, કોરોના મહામારીના કારણે વિશ્વકપને સ્થગિત કરવામાં આવ્યો હતો. જે હવે આ વર્ષે UAE અને ઓમાનમાં રમાશે જેની યજમાની ભારત કરશે. તેમજ 2022 માં પણ ટી-20 વિશ્વ કપનું આયોજન થશે. જેની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે.

Last Updated : Jun 29, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.