નવી દિલ્હી: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટની 18મી મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ સોમવારે 20 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. આ મેચમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું. જ્વલંત બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મંધાનાએ પોતાની ઇનિંગ્સમાં 87 રન બનાવ્યા છે. આ પછી મંધાનાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. મંધાના T20 વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. આ મામલામાં તે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીથી આગળ નીકળી ગઈ છે.
-
A crucial knock with a big six!
— ICC (@ICC) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4
">A crucial knock with a big six!
— ICC (@ICC) February 20, 2023
This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4A crucial knock with a big six!
— ICC (@ICC) February 20, 2023
This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4
ઈન્ડિયાએ સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી: આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમની મહારાણી સ્મૃતિ મંધાનાએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ મેચમાં ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી છે. આ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં, મંધાના અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમી છે. તેણે આ મેચની ઈનિંગમાં 149 રન બનાવ્યા છે.
એલિસા હીલીને મ્હાત આપી: બીજી તરફ મંધાના હવે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની એલિસા હિલીએ અત્યાર સુધી ત્રણ મેચમાં માત્ર 146 રન જ બનાવ્યા છે.
આ પણ વાંચો Vice Captain of Test Team India : કેએલ રાહુલ પછી આ 3 ખેલાડીઓ છે વાઇસ કેપ્ટનના દાવેદાર?
ભારતનું પ્રદર્શન: આ સિવાય ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સે 137 રન, વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝે 130 રન અને ભારતની રિચા ઘોષે 122 રન બનાવ્યા છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડ સામે 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાની સ્મૃતિ મંધાનાએ 87 રન, શેફાલી વર્માએ 24 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 19 રન બનાવ્યા હતા.