ETV Bharat / sports

શ્રેયસ અય્યરની વ્યૂહરચનાથી ભારતને કરવો પડ્યો હારનો સામનો - Karthik struggled to score on this wicket

હેનરિક ક્લાસેનના 81 રનની મદદથી સાઉથ આફ્રિકાએ (South Africa vs India) ચાર વિકેટથી જીત મેળવીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. આ મેચમાં દિનેશ કાર્તિક 30 રન બનાવીને નોટઆઉટ થયો હતો. શ્રેણીની આગામી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમાશે (next match will be played in Visakhapatnam).

શ્રેયસ અય્યરની વ્યૂહરચનાથી ભારતને કરવો પડ્યો હારનો સામનો

author img

By

Published : Jun 13, 2022, 4:58 PM IST

કટક: અક્ષર પટેલને દિનેશ કાર્તિકની આગળ બેટિંગ કરવા માટે મોકલવું કદાચ વિચિત્ર લાગે પરંતુ ટોચના ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20માં (South Africa vs India) લીધેલા નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે,તે થોડા રન સ્ટ્રાઈક રોટેટ (strike rotate) લેવા માટે સંજોગો જોઈને આ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: IND Vs SA: ભારત પર ભારે પડી ટીમ સાઉથ આફ્રિકા, સતત બીજી મેચમાં આપી માત

વ્યૂહરચના કામમાં ન આવી: આ વ્યૂહરચના કામમાં આવી ન હતી અને રન બનાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા. 17મી ઓવરમાં તેના આઉટ થવાથી ભારતનો સ્કોર 6 વિકેટે 112 થઈ ગયો હતો. 7મા નંબરે બેટિંગ કરવા આવેલા કાર્તિકના નોટ આઉટ 30 રનની મદદથી ભારતને છ વિકેટે 148 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી. શ્રેયસે મેચ બાદ પત્રકારોને કહ્યું, અમે અગાઉ પણ આવી રણનીતિ અપનાવી હતી. જ્યારે અક્ષર ક્રિઝ પર ઉતર્યો ત્યારે અમારી પાસે સાત ઓવર બાકી હતી. તે એક-બે રન લઈ શકે છે અને સ્ટ્રાઈક રોટેટ કરી શકે છે. તેણે કહ્યું, આ સિવાય, પછી કોઈને ક્રિઝ પર આવીને પ્રથમ બોલથી ફટકારવાની જરૂર નહોતી. ડીકે (કાર્તિક) તે કરી શકે છે, પરંતુ તે 15 ઓવર પછી અમારા માટે વધુ ફાયદાકારક રહ્યો છે જ્યાં તે ક્રીઝ પર આવતાની સાથે જ લાંબા શોટ રમી શકે છે.

આ પણ વાંચો: IND vs SA 2nd T20: ટીમ ઇન્ડિયા માટે આજે કટકમાં જીતવું મુશ્કેલ

રન બનાવવા માટે કરવો પડ્યો સંઘર્ષ: શ્રેયસે દલીલ કરી હતી કે, કાર્તિકને પણ આ વિકેટ પર રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો (Karthik struggled to score on this wicket) હતો. “શરૂઆતમાં પણ કાર્તિકને રન બનાવવાનું મુશ્કેલ લાગ્યું. આ મેચમાં વિકેટે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યાં સુધી આ વ્યૂહરચનાનો સંબંધ છે, અમે તેને ભવિષ્યમાં પણ અપનાવીશું. જો કાર્તિકને અગાઉ મોકલવામાં આવ્યો હોત તો ભારત 160થી વધુ રન બનાવી શક્યું હોત અને શ્રેયસે પણ સ્વીકાર્યું હતું કે, અંતે લગભગ 12 રન ઓછા પડ્યા હતા. તેણે કહ્યું, "જો તમે મેચ પર નજર નાખો તો મને લાગે છે કે આ વિકેટ પર 160 રન ખરેખર દબાણ લાવવા માટે સારા હતા, પરંતુ અમે તેનાથી 12 રન ઓછા હતા."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.