નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આયેશા મુખર્જીને પતિ શિખર ધવન વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો ન આપવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે શિખર ધવન અને તેની પત્ની આયેશા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. કેસ દરમિયાન જ ધવને કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે આયેશા તેની ઈમેજ ખરાબ કરી રહી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે આયેશાને આમ ન કરવાનો આદેશ આપ્યો છે. બંને 2020થી અલગ રહે છે.
Sidharth Kiara Wedding: આવો મસ્ત છે સૂર્યગઢ પેલેસ, જ્યાં સિદ્ધાર્થ-કિયારા પ્રભુતામાં પગલાં પાડશે
આયેશા મુખર્જી ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. આ પહેલા બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. આયેશાના આ બીજા લગ્ન હતા અને તેમને બે દીકરીઓ પણ છે. શિખર ધવન સાથે લગ્ન કર્યા બાદ 2014માં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ જોરાવર છે. ધવન અને આયેશા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ વર્ષ 2020માં બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હતી. મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. બંને અલગ-અલગ રહે છે. ઝોરાવર આયેશા સાથે રહે છે.
ન્યાયાધીશે કહ્યું કે ધવને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આયેશા મુખર્જી વિરુદ્ધ અરજી કરી હતી. આમાં તેણે કહ્યું હતું કે તેની છૂટી ગયેલી પત્ની તેને તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી રહી છે. કોર્ટના ન્યાયાધીશ હરીશ કુમારે હવે આયેશાને આદેશ આપ્યો છે કે તેઓ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, મિત્રો અને સંબંધીઓ સહિત કોઈપણ વ્યક્તિ અથવા સ્થાન પર ધવન વિરુદ્ધ અપમાનજનક અને ખોટી સામગ્રી પ્રસારિત ન કરે. ન્યાયાધીશે કહ્યું છે કે દરેકને તેનું સન્માન ગમે છે. સમાજમાં નામ અને સન્માન મેળવવામાં ઘણો સમય લાગે છે. એટલા માટે બદનામ કરવું યોગ્ય નથી.