નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. પૂજારાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ જોડાઈ ગયો છે જેને કોઈ પણ બેટ્સમેન હાંસલ કરવા માંગતો નથી. ભારતની પ્રથમ ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયેલો પૂજારા હોલ ઓફ શેમમાં સામેલ થઈ ગયો છે. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલો પૂજારા 100મી ટેસ્ટ મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થનાર સાતમો અને ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે.
આ પણ વાંચો IND vs AUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 62 રનની લીડ લીધી
પૂજારા શૂન્ય પર આઉટ: ચેતેશ્વર પૂજારાને દિલ્હી ટેસ્ટ મેચના પહેલા દિવસે શુક્રવારે ભારત માટે 100મી ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરવા બદલ ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન સુનીલ ગાવસ્કર દ્વારા વિશેષ કેપથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ગાવસ્કરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેમને આશા છે કે પૂજારા તેની 100મી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારશે અને આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. પરંતુ પોતાની 100મી મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા આવેલા ચેતેશ્વર પૂજારા નાથન લિયોનના હાથે શૂન્ય રને આઉટ થયા બાદ કમનસીબે હોલ ઓફ શેમમાં સામેલ થયો છે.
આ પણ વાંચો IPL 2023 Schedule : IPL 2023ની 31 માર્ચથી થશે ધમાકેદાર શરુઆત, જાણો સંપૂર્ણ કાર્યકર્મ
7 ખેલાડીઓ 100મી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ: પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકર બાદ પુજારા પોતાની 100મી ટેસ્ટ મેચમાં શૂન્ય પર આઉટ થનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. જો આ શરમજનક રેકોર્ડની વાત કરીએ તો પૂજારા પહેલા આ રેકોર્ડ છ બેટ્સમેનના નામે નોંધાયેલો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને માર્ક ટેલર, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક, ન્યુઝીલેન્ડના કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને બ્રેન્ડન મેક્કુલમ તેમજ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરનો તેમની 100મી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ નોંધાયેલો છે.