નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓપનર રોબિન ઉથપ્પાએ,(Robin Uthappa Retired all format of cricket) જે ભારતની 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય છે, (Member of 2007 T20 World Cup winning team)બુધવારે "ભારતીય ક્રિકેટ"ના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની(Retirement from all forms of Indian Cricket”) જાહેરાત કરી છે. 36 વર્ષીય ઉથપ્પાએ ભારત માટે છેલ્લે 2015માં રમી હતી, તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે માહિતી આપી હતી. ઉથપ્પાએ કહ્યું, 'મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન છે. જોકે બધી સારી વસ્તુઓનો અંત હોય છે. મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
ઉતાર-ચઢાવથી ભરેલી યાત્રા:જમણોરી બેટ્સમેને કહ્યું, 'મેં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેને 20 વર્ષ થઈ ગયા છે અને મારા દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. ઉતાર-ચઢાવથી ભરેલી આ અદ્ભુત યાત્રા અદ્ભુત રહી છે. તેણે મને એક માણસ તરીકે આગળ વધવાની તક આપી. તમને જણાવી દઈએ કે, આ જાહેરાત સાથે જ ઉથપ્પા અન્ય દેશોની લીગ ક્રિકેટમાં રમવા માટે લાયક છે.
ઉથપ્પા પાસે 2 IPL ટ્રોફી:ઉથપ્પાએ 2004ના અંડર-19 વર્લ્ડ કપમાં, ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બે વર્ષ પછી, તેણે રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે, તેણે 46 ODI અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અનુક્રમે 934 અને 249 રન બનાવ્યા છે. આ સાથે તેણે ફર્સ્ટ ક્લાસમાં 9446 રન અને લિસ્ટ Aમાં 6534 રન બનાવ્યા છે. ઉથપ્પા પાસે ઈન્ડિયન પ્રીમિયર લીગની બે ટ્રોફી છે. તે 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો મહત્વનો સભ્ય હતો.