હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં (Indian Premier League 2022), લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સને (CSK) હરાવીને તેમની પ્રથમ જીત નોંધાવી છે. લખનઉની ટીમ પ્રથમ વખત IPL રમી રહી છે. અને આ તેની પ્રથમ જીત છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પણ (IPL Team 2022) થોડો ફેરફાર થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સ હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. જ્યારે સતત બે મેચ હારી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ આઠમા નંબરે છે. IPLના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ચેન્નાઈની ટીમ શરૂઆતની બે મેચ હારી ગઈ હોય.
આ પણ વાંચો : IPL 2022 : આજે થશે કોલકાતા vs પંજાબની ટીમની ટક્કર
ચેન્નાઈ સતત બીજી હાર - પોઈન્ટ ટેબલમાં (IPL Point Table) રાજસ્થાન રોયલ્સની ટીમ હજુ પણ ટોપ પર છે. રાજસ્થાને માત્ર એક જ મેચ રમી છે અને તેના બે પોઈન્ટ છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે. IPL ઈતિહાસની બીજી સફળ ટીમ એમ.એસ. ધોની અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓથી શણગારેલી ચેન્નાઈ સતત બીજી હાર બાદ 8માં સ્થાને છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 10 મા સ્થાને છે. જ્યારે સંજુ સેમસનના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ (IPL 2022 Points Table) હજુ પણ ટોચ પર છે.
આ પણ વાંચો : વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીનો આજે જન્મદિવસ
સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી - લખનઉએ પ્રથમ મેચમાંથી બોધપાઠ લઈને ચેન્નાઈ સામે 211 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અને સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSK એ સાત વિકેટે 210 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ લખનઉના બેટ્સમેનોએ ત્રણ બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને તે હાંસલ કરી લીધું હતું. લખનઉ માટે એવીન લુઈસે 23 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ સૌથી ઝડપી ફિફ્ટી છે. આ જીત બાદ ટીમને બે (Today IPL Match 2022) મેચ બાદ પહેલો પોઈન્ટ મળ્યો અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ.