નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. BCCIએ ટેસ્ટ મેચ રમી રહેલી ટીમમાંથી ચેતેશ્વર પૂજારાનું કાર્ડ ક્લિયર કરી દીધું છે. તેમની જગ્યાએ યુવા બેટ્સમેનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને તક મળી છે. આ સાથે બોલર તરીકે મુકેશ કુમાર અને નવદીપ સૈની જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમના મોટાભાગના ખેલાડીઓ એવા જ છે, જેઓ WTC ફાઇનલમાં રમી રહેલી ટીમ સાથે જોડાયેલા હતા.
-
India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ
— BCCI (@BCCI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ
— BCCI (@BCCI) June 23, 2023India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ
— BCCI (@BCCI) June 23, 2023
રોહિત શર્મા બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ કરશે: ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રોહિત શર્મા ટેસ્ટની સાથે સાથે વનડે શ્રેણીમાં પણ રમશે અને બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ કરશે. ટેસ્ટ મેચોમાં રોહિતની સાથે અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે હાર્દિક પંડ્યા વનડેમાં વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. આ સાથે એ પણ સંકેત મળી રહ્યો છે કે રોહિતની ટીમમાંથી હટ્યા બાદ ટીમની કમાન કોને સોંપવામાં આવી શકે છે.
-
NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
">NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.
— BCCI (@BCCI) June 23, 2023
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
રિષભ પંતના વિકલ્પ તરીકે આ બંને ખેલાડીઓનો સમાવેશ: તમને જણાવી દઈએ કે, રોહિત શર્માને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પૂજારાની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને પણ આરામ આપી શકે છે, પરંતુ એવું થયું નથી.રોહિત શર્માની સાથે સાથે આ ટીમમાં વિરાટ કોહલી, અજિંક્ય રહાણેને પણ તક મળી છે. આ સાથે ટેસ્ટ મેચમાં વિકેટ કીપર તરીકે ઈશાન કિશન અને વનડે ટીમમાં સંજુ સેમસનને પણ ટીમમાં રમવાની તક આપવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે રિષભ પંતના વિકલ્પ તરીકે આ બંને ખેલાડીઓને અજમાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: