ETV Bharat / sports

Many Records In Third T20: ત્રીજી T20 મેચમાં નવા રેકોર્ડની ભરમાર, જાણો કયા કયા ખેલાડીઓ ચમક્યા - ત્રીજી T20 મેચમાં નવા રેકોર્ડ

ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવીને સિરીઝને રોમાચક રાખવાનો પ્રયાસ કર્યો છે. આ મેચમાં ઘણા નવા રેકોર્ડ બન્યા હતા, જેમાં સૌથી વધું રેકોર્ડ ટીમ ઈંન્ડિયાના ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

Etv BharatMany Records In Third T20
Etv BharatMany Records In Third T20
author img

By

Published : Aug 9, 2023, 3:09 PM IST

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવીને શ્રેણી જીવંત રાખી છે. અત્યાર સુધી રમાયેલી 3 મેચના અંત સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે, પરંતુ જે રીતે ભારતીય બેટ્સમેનોએ ત્રીજી મેચમાં પોતાની પ્રતિભા બતાવી છે અને સિરીઝમાં વાપસી કરી છે તે જોઈને લાગી રહ્યું છે. આગામી બે મેચમાં ભારતની બેટિંગ વધુ ચમકશે.

જાણો કયા કયા નવા રેકોર્ડ બન્યા

  • યશસ્વી જયસ્વાલે ભારત માટે T20 મેચમાં ડેબ્યુ કર્યું અને T20 મેચમાં ડેબ્યૂ કરનાર ભારતનો 105મો ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે યશસ્વી જયસ્વાલને ડેબ્યુ કેપ આપી તેમજ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
  • પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે T20 મેચોમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. નિકોલસ પૂરણે T20 મેચમાં માર્લો સેમ્યુઅલને પાછળ છોડીને 1613 રન બનાવ્યા છે. હવે તેનાથી આગળ માત્ર ક્રિસ ગેલ છે, જેણે T20 મેચમાં સૌથી વધુ 1899 રન બનાવ્યા છે.
  • ભારત તરફથી બોલિંગ કરી રહેલા કુલદીપ યાદવના નામે ટી20 મેચમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો ભારતીય ખેલાડીઓનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ યજુવેન્દ્ર ચહલના નામે હતો. આ સમગ્ર મેચમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપે 30મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
  • ત્રીજી T20 મેચમાં ભારતની જીતના હીરો રહેલા સૂર્યકુમાર યાદવે T20 મેચમાં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે T20 મેચમાં 1007 બોલ રમીને 100 સિક્સરનો રેકોર્ડ પૂરો કર્યો છે.
  • આ સિવાય સૂર્યકુમાર યાદવે પોતાની ધમાકેદાર બેટિંગના આધારે ભારત માટે T20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન તેણે ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવનને હરાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે કુલ 1762 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ભારત માટે ટી20 મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે પછી રોહિત શર્મા અને કેએલ રાહુલનો નંબર આવે છે. હવે સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાને પહોંચી ગયો છે.
    • Most sixes for India in T20I:

      Rohit - 182 (140 innings)
      Kohli - 117 (107 innings)
      Suryakumar - 101 (49 innings)
      Rahul - 99 (68 innings)
      Yuvraj - 74 (51 innings) pic.twitter.com/n5aq0BU6Rx

      — Johns. (@CricCrazyJohns) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ત્રીજી મેચમાં પોતાની 49 રનની ઈનિંગના કારણે ભારતીય ટીમ માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચોમાં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનાર તિલક વર્મા આ સીરીઝનો સૌથી વધુ સ્કોરર બની ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરનને પાછળ છોડીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તિલક વર્માએ કુલ 134 રન બનાવ્યા છે જ્યારે નિકોલસ પૂરનના ખાતામાં માત્ર 128 રન છે. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રોવમેન પોવેલ છે જેણે 109 રન બનાવ્યા છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં 100 રન બનાવનાર ચોથો ખેલાડી છે.
  • સૂર્યકુમાર યાદવે ટી20 મેચોમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં રોહિત શર્માને પછાડી દીધો છે અને આ મામલે તે ભારતીય ખેલાડીઓમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારત માટે વિરાટ કોહલીએ 215 મેચમાં 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવે માત્ર 51 મેચ રમીને 12 વખત આ સિદ્ધિ મેળવી છે. બીજી તરફ, રોહિત શર્માએ 148 મેચ રમીને 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

આ પણ વાંચોઃ

  1. India Vs West Indies: સૂર્યકુમારની ધમાકેદાર બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝ લાચાર, ટીમ ઈન્ડિયાની સિરીઝમાં વાપસી
  2. ICC World Cup 2023: વર્લ્ડ કપ 2019 પછીના વન ડે મેચોના જીતના આંકડા, જાણો ભારત કયા સ્થાને છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.