નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 અને ODI સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા બંને ફોર્મેટમાં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. જ્યારે વિરાટ કોહલી બન્ને સિરીઝ માટે હાજર રહેશે. તેમજ કુલદીપ યાદવ ભારત વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની(India West Indies Series) વન ડે ટીમમાં કમબેક કરી શકે છે. રવિ બિશ્નોઈને ટી20 (Ravi Bishnoi T20) ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
રવિ બિશ્નોઈ પ્રથમ ઇન્ટરનેશનલ ટી-20 ટીમમાં સામેલ
મળતી માહિતી અનુસાર સ્પિનર રવિ બિશ્નોઈને પ્રથમ વખત ઇન્ટરનેશનલ ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલદીપ યાદવની ODI ટીમમાં વાપસી થઈ શકે છે. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી ત્રણ વન ડે અને ત્રણ ટી 20 ઈન્ટરનેશનલ સિરીઝ અમદાવાદ અને કોલકાતામાં રમાશે. BCCIએ કહ્યું કે કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને પ્રવાસ ઘટાડવા માટે સ્થળોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
T20 મેચ પર કોરોના ગ્રહણ
શેડ્યૂલ મુજબ 6 ફેબ્રુઆરીથી શરૂ થતા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર અમદાવાદ, જયપુર અને કોલકાતામાં ત્રણ વનડે (Ind vs Wi ODI 2022) અને કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં ત્રણ T20 મેચ (Ind vs Wi t20 Match 2022) રમવાના હતા. પરંતુ દેશની વર્તમાન સ્થિતિએ BCCIને સ્થળોની સંખ્યા છ થી ઘટાડીને બે કરવાની ફરજ પડી છે.
ત્રણ વન ડે હવે અમદાવાદના સ્ટેડિયમમાં
BCCI ની એક રીલીઝ મુજબ, હવે ત્રણ વન ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India vs Wi ODI Match Ahmedabad) અને ત્રણ ટી-20 મેચ કોલકાતા ઇડન ગાર્ડનમાં રમાશે. મૂળ રીતે જાહેર કરાયેલા છ સ્થળોને બદલે સિરીઝને બે સ્થળો સુધી મર્યાદિત કરવાનો નિર્ણય ટીમ, મેચ અધિકારીઓ, બ્રોડકાસ્ટર અને અન્ય હિસ્સેદારોએ બાયો-બબલ જોખમોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.'
વેસ્ટ ઈન્ડિઝ બાદ શ્રીલંકા, આફ્રિકા સીરીઝ
BCCI એ જણાવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ભારતના આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે સ્થળ બદલવાની જાહેરાત કરી છે." વેસ્ટ ઈન્ડિઝ અહીં ત્રણ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણી માટે પહોંચશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટી20 સીરીઝ રમવાની છે.
આ પણ વાંચોઃ Rohit Sharma fitness: રોહિત મેદાનમાં ક્યારે કમબેક કરશે, જાણો
કેપ્ટન રોહિત શર્મા ફિટ
રોહિત શર્માને ડાબા પગમાં તાણ આવવાને કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માંથી બહાર થઈ ગયો હતો. ત્યારે હાલ કેપ્ટન રોહિત શર્મા ફિટ છે. અને 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન-ડે સાથે શરૂ થનારી છ મેચની મર્યાદિત ઓવરની સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. રોહિત બુધવારે સવારે 11.30 વાગ્યે ફરજિયાત ફિટનેસ ટેસ્ટ આપશે. ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે.
ભુવનેશ્વર,અશ્વિન જોખમમાં મુકાઈ શકે છે
જો કે, આ અઠવાડિયે યોજાનારી પસંદગી સમિતિની બેઠક રસપ્રદ રહેશે. કારણ કે ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિન જેવા કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાં 0-3 ની વનડે સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ જોખમમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચોઃ કોહલીને લઇને PAK ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન