ETV Bharat / sports

બુમરાહની પોસ્ટ પર શ્રીકાંતે કહ્યું, 'હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી સાથે, તે...' - हार्दिक पांड्या

Kris Srikkanth on Jasprit Bumrah cryptic post : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની સોશિયલ મીડિયા પર પોસ્ટ પાછળનું કારણ જણાવ્યું છે.

Etv BharatKris Srikkanth on Jasprit Bumrah cryptic post

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 1:58 PM IST

ચેન્નાઈ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતનું માનવું છે કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીથી જસપ્રિત બુમરાહને નુકસાન થઈ શકે છે કારણ કે ફાસ્ટ બોલરને આશા હતી કે એક દિવસ તેને ટીમની કમાન સોંપવામાં આવશે. ગુજરાત ટાઇટન્સ સાથે બે સિઝન વિતાવ્યા બાદ હાર્દિક મુંબઈની ટીમમાં પાછો ફર્યો છે. તેણે 2015માં મુંબઈથી તેની IPL કરિયરની શરૂઆત કરી હતી.

બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું: ગયા અઠવાડિયે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને લીધા પછી, બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી જેમાં તેણે લખ્યું, 'મૌન ક્યારેક શ્રેષ્ઠ જવાબ છે'.

શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું: પોતાની પોસ્ટ અંગે શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'તે વર્તમાનમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે, પછી તે ટેસ્ટ હોય કે મર્યાદિત ઓવરની ક્રિકેટ. વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનને ભૂલી શકાય તેમ નથી. ગયા વર્ષે પણ ઈંગ્લેન્ડમાં તેણે પાંચમી ટેસ્ટ મેચમાં કાર્યકારી કેપ્ટનની ભૂમિકા ભજવી હતી.

એ વાતથી ઠેસ પહોંચી શકે છે: તેણે કહ્યું, 'કદાચ તેને પસ્તાવો થયો છે. આ તેનો અહંકાર પણ હોઈ શકે છે અથવા તેને એ વાતથી ઠેસ પહોંચી શકે છે કે તે મુંબઈ ઈન્ડિયન્સમાં રહ્યો અને તેણે પોતાનું બધુ જ ટીમ માટે આપી દીધું પરંતુ હવે જે ટીમ છોડી ગઈ હતી તેને ટીમ પરત લાવી રહી છે. તેની ઉજવણી કરી રહી છે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે: આઈપીએલ 2024 માટે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો છે.

આ પણ વાંંચો:

  1. મુંબઈ ઈન્ડિયન્સે તેના સૌથી મોંઘા ખેલાડી કેમેરોન ગ્રીનને છોડ્યો, જાણો હવે તે કઈ ટીમ સાથે જોડાયો
  2. ચોથી ટી-20 મેચ માટે ઈન્ડિયન ટીમ રાયપુર પહોંચી, સીરીઝ જીતવા માટે આ મેચ જીતવી આવશ્યક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.