કોલકતાઃ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આમ કોલકત્તા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 149 રન બનાાવ્યા હતા. હોમ ગ્રાઉન્ડ પર જ કોલકત્તા રમી શક્યું ન હતું. ઈડન ગાર્ડનમાં મેચ જોવા આવનારા દર્શકો નિરાશ થયા હતા. કોલકત્તાના જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં 151 રન બનાવીને 9 વિકેટથી ભવ્યાતિભવ્ય જીત હાંસલ કરી હતી. આજની મેચરનો હીરો યશસ્વી જયસ્વાલ હતાા અને મેન ઓફ ધી મેચ રહ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી બનાવી હતી.
RRની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 47 બોલમાં 13 ચોક્કા ને 5 સિક્સ ફટકારીને 98 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. જોશ બટલર 3 બોલમાં શૂન્ય રને રનઆઉટ થયો હતો. સંજુ સેમ્સન 29 બોલમાં 2 ચોક્કાને 5 સિક્સ ફટકારીને 48 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. 13.1 ઓવરમાં 1 વિકેટે 151 રન બનાવીને 9 વિકેટથી જીત મેળવી હતી.
કોલક્તા નાઈટ રાઈડર્સની બોલીંગઃ નિતિશ રાણા(કેપ્ટન) 1 ઓવરમાં 26 રન આપ્યા હતા. હર્ષિત રાના 2 ઓવરમાં 22 રન, શાર્દુલ ઠાકુર 1.1 ઓવરમાં 18રન, વરૂણ ચક્રવર્તી 3 ઓવરમાં 28 રન, સુનિલ નરીને 2 ઓવરમાં 13 રન, સુયાશ શર્મા 3 ઓવરમાં 22 રન અને અનુકુલ રોય 1 ઓવરમાં 20 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 15 પોઈન્ટ, ત્રીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ, ચોથા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ અને પાંચમાં નંબરે લખનઉ સુપર જાયન્ટસ્ 11 પોઈન્ટ હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.
આ વખતેની સિઝનમાં કોલકતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બંને ટીમો વચ્ચે રમાનારી આ પ્રથમ મેચ છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2022માં રમાઈ હતી. જેમાં KKRએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ સ્ટાર બેટ્સમેન IPLમાં પ્રથમ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. બંને ટીમો પેપર બેલેન્સ ટીમ પર જણાઈ રહી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની આશા છે.
પહેલી વિકેટઃ રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્રીજી ઓવરના બીજા બોલ પર 10 રનના અંગત સ્કોર પર જેસન રોયને શિમરોન હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હેટમેયરે બાઉન્ડ્રી પર શાનદાર કેચ લઈને રોયની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 3 ઓવર પછી સ્કોર 14/1 સ્કોર થયો હતો.
ઓપનિંગ જોડીઃ કોલકાતા નાઈટ રાઈડર્સની ઓપનિંગ જોડી જેસન રોય અને રહેમાનુલ્લા ગુરબાઝ મેદાન પર ઉતરી હતી. રાજસ્થાન રોયલ્સ માટે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 ઓવર પછી 6/0નો સ્કોર નોંધાયો હતો. રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પોતાની ટીમને વધુ એક સફળતા અપાવી છે.
બીજી મોટી વિકેટ પડીઃ 5મી ઓવરના પ્રથમ બોલ પર બોલ્ટે 18 રનના અંગત સ્કોર પર રહેમાનુલ્લાહ ગુરબાઝને સંદીપ શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સંદીપે હવામાં કૂદીને શાનદાર કેચ પકડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 5 ઓવર પછી 35/2નો સ્કોર રહ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને ટ્રેન્ટ બોલ્ટે શરૂઆતના બે આંચકા આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ સુકાની નીતિશ રાણા અને વેંકટેશ અય્યરે સારી બેટિંગ કરીને રાજસ્થાનની ઇનિંગ્સને સંભાળી છે. 10 ઓવરના અંતે, નીતિશ રાણા (22) અને વેંકટેશ ઐયર (23) રન બનાવ્યા બાદ મેદાન પર હાજર હતા.
આ પણ વાંચોઃ
રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 22 રનના અંગત સ્કોર પર નીતિશ રાણાને હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટ લઈને ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 11 ઓવર પછી 79/3નો સ્કોર રહ્યો હતો.