- કોહલીએ શાસ્ત્રી, આર. શ્રીધર અને ભરત અરુણ માટે લખ્યો ખાસ મેસેજ
- ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર સફર માટે કોચિંગ સ્ટાફનો આભાર માન્યો
- રવિ શાસ્ત્રી સહિતના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુધવારે ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોની મજબૂત ટીમ બનાવવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ ટી-20 વિશ્વ કપ (T20 World Cup)ની સાથે ખત્મ થયો છે.
શાસ્ત્રીના કોચ રહેતા ભારતે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટમાં 2 વાર તેના ઘરમાં હરાવ્યું
ભારતીય ટીમ UAEમાં ચાલી રહેલા ICC T20 વિશ્વ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, પરંતુ શાસ્ત્રી અને કોહલીની જોડીની સાથે સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર એ ટીમની સાથે હતા જેણે ઑસ્ટ્રેલિયામાં 2 વાર ટેસ્ટ શ્રેણી જીતી. ઇંગ્લેન્ડમાં પણ ભારત ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સિરીઝ આવતા વર્ષે પૂર્ણ કરવામાં આવશે.
કોહલીએ કોચિંગ સ્ટાફની પ્રશંસા કરી
-
Thank you for all the memories and the amazing journey we've had as a team with you all. Your contribution has been immense and will always be remembered in Indian cricket history. Wish you the best moving forward in life. Until next time ⭐🤝 pic.twitter.com/42hx4Q7cfq
— Virat Kohli (@imVkohli) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you for all the memories and the amazing journey we've had as a team with you all. Your contribution has been immense and will always be remembered in Indian cricket history. Wish you the best moving forward in life. Until next time ⭐🤝 pic.twitter.com/42hx4Q7cfq
— Virat Kohli (@imVkohli) November 10, 2021Thank you for all the memories and the amazing journey we've had as a team with you all. Your contribution has been immense and will always be remembered in Indian cricket history. Wish you the best moving forward in life. Until next time ⭐🤝 pic.twitter.com/42hx4Q7cfq
— Virat Kohli (@imVkohli) November 10, 2021
શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોના જવાથી ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો. T20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડનારા કોહલીએ કોચિંગ સ્ટાફની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે, "તમામ યાદો અને એક ટીમ તરીકે તમારા બધાની સાથેની શાનદાર સફર માટે આભાર. તમારું યોગદાન શાનદાર છે અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ભવિષ્ય માટે તમને બધાને શુભકામનાઓ."
રોહિત શર્મા ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન
રોહિત શર્મા 17 નવેમ્બરથી ભારતનો નવો T20 કેપ્ટન હશે, જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે ટીમ સાથે જોડાશે. આશા છે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિતને વનડે ટીમની પણ કેપ્ટનસી સોંપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: t20 world cup : ભારતે નામીબિયા સામે મેળવ્યો 9 વિકેટથી વિજય
આ પણ વાંચો: T20 World Cup: AFG vs NZ સંપૂર્ણ મેચ ધટના, ભારતની સેમીફાઈનલની આશા સમાપ્ત