વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડનાર સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કેન વિલિયમસને ટેસ્ટ કેપ્ટનશિપ (Kane Williamson resign from captainship) છોડવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવારે આની જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર ટિમ સાઉથીને નવો ટેસ્ટ કેપ્ટન (tim southi new captain of Zealand) બનાવવામાં આવ્યો છે. તેમની કપ્તાની હેઠળ જીતની ટકાવારી 55 હતી, જ્યારે સ્ટેન્ડ-ઇન કેપ્ટન ટોમ લાથમની કપ્તાની હેઠળ 44 ટકા અને ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમની કપ્તાની હેઠળ 35.5 ટકા હતી.
-
Thank you Kane. One of the finest captains to lead New Zealand over the rope in Test cricket.
— BLACKCAPS (@BLACKCAPS) December 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
40 Tests as captain. 22 wins, 8 draws, 10 losses
World Test Champion 🏆
Average of 57 as captain. Only Martin Crowe (54) has also averaged 50 or more as captain for NZ.#StatChat pic.twitter.com/bm11T0CLMk
">Thank you Kane. One of the finest captains to lead New Zealand over the rope in Test cricket.
— BLACKCAPS (@BLACKCAPS) December 15, 2022
40 Tests as captain. 22 wins, 8 draws, 10 losses
World Test Champion 🏆
Average of 57 as captain. Only Martin Crowe (54) has also averaged 50 or more as captain for NZ.#StatChat pic.twitter.com/bm11T0CLMkThank you Kane. One of the finest captains to lead New Zealand over the rope in Test cricket.
— BLACKCAPS (@BLACKCAPS) December 15, 2022
40 Tests as captain. 22 wins, 8 draws, 10 losses
World Test Champion 🏆
Average of 57 as captain. Only Martin Crowe (54) has also averaged 50 or more as captain for NZ.#StatChat pic.twitter.com/bm11T0CLMk
ગયા વર્ષે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી: વિલિયમસને કહ્યું કે, ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવી ખાસ ગર્વની વાત છે. મારા માટે ટેસ્ટ ક્રિકેટ સર્વોપરી છે અને મેં તેના પડકારોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. છેલ્લા છ વર્ષમાં, વિલિયમસને તેની કેપ્ટનશીપ હેઠળ 40 ટેસ્ટમાં રેકોર્ડ 22 જીત્યા છે, 10માં હારનો સામનો કરવો પડ્યો છે અને 8 મેચ ડ્રો કરી છે. તેમની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડે ગયા વર્ષે ભારતને હરાવીને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી.
આગામી 2 વર્ષમાં બે વર્લ્ડ કપ યોજાવાના છે: વિલિયમસને કહ્યું કે, કેપ્ટનશિપ મેદાન પર અને મેદાનની બહાર વધારાનો વર્કલોડ લાવે છે. મને લાગે છે કે, મારી કારકિર્દીના આ તબક્કે આ યોગ્ય નિર્ણય છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથે વાત કર્યા બાદ અમને સમજાયું કે, આગામી 2 વર્ષમાં બે વર્લ્ડ કપ યોજાવાના છે અને આવી સ્થિતિમાં ધ્યાન મર્યાદિત ઓવરોની કેપ્ટનશિપ પર આપવું જોઈએ.
કેનની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડે ઘણી સફળતા મેળવી છે: સાઉથી ન્યુઝીલેન્ડનો 31મો ટેસ્ટ કેપ્ટન હશે. તેની કપ્તાનીમાં ટીમ આ મહિને પાકિસ્તાન સામે 2 ટેસ્ટ રમશે. તેણે 22 ટી20 મેચોમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી છે. મુખ્ય કોચ ગેરી સ્ટેડે કેપ્ટન તરીકે વિલિયમસનના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, કેનની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડે ઘણી સફળતા મેળવી છે. તેણે પોતાના પ્રદર્શન દ્વારા આગળથી નેતૃત્વ કર્યું.
ટેસ્ટ કેપ્ટન બનવું ગર્વની વાત: ગેરી સ્ટેડે કહ્યું, અમને આશા છે કે, તેના કામનો બોજ ઓછો કરીને અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા સમય સુધી રમતા જોઈ શકીશું. નવા કેપ્ટન સાઉથીએ કહ્યું, ટેસ્ટ કેપ્ટન બનવું ગર્વની વાત છે. ટેસ્ટ ક્રિકેટ સૌથી મોટો પડકાર છે અને હું આ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવા માટે રોમાંચિત છું. મને આશા છે કે, કેન વિલિયમસનનું કામ આગળ ધપાવી શકીશ.