નવી દિલ્હીઃ ટીમે ટોસ જીત્યા પછી, RCB પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. અને દિલ્હી કેપિટલ્સને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલે માત્ર 16.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને 187 રન બનાવી દીધા હતા. અને દિલ્હીનો સરળ વિજય થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃ વિરાટ કોહલી 46 બોલમાં 5 ચોક્કા સાથે 55 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ 32 બોલમાં 5 ચોક્કા ને 1સિક્સ સાથે 45 રન કર્યા હતા. મેક્સવેલ 1 બોલમાં શૂન્ય રન અને લોમરોર 29 બોલમાં 6 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 54 રન બનાવ્યા હતા. કાર્તિક(વિકેટ કિપર) 9 બોલમાં 11 રન(નોટઆઉટ) અને અનુજ રાવત 3 બોલમાં 8 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 8 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ બેંગ્લુરુએ 4 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ ખલીલ અહેમદ 4 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ 3 ઓવરમાં 17 રન અને ઈશાંત 3 ઓવરમાં 29 રન આપ્યા હતા. મુકેશ કુમાર 3 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 3 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા.
દિલ્હી કેપિટલની બેટિંગઃ ડેવિડ વાર્નર(કેપ્ટન) 14 બોલમાં 3 ચોક્કા ને 3 સિક્સ મારીને 22 રન બનાવ્યા હતા. ફિલિપ સોલ્ટ(વિકેટ કિપર) 45 બોલમાં 8 ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 87 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ 17 બોલમાં 3 ચોક્કાને 1 સિક્સ મારીને 26 રન કર્યા હતા. રીલે રુસો 22 બોલમાં 1 ચોક્કો ને 3 સિક્સ ફટકારીને 35 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. અને અક્ષર પટેલ 3 બોલમાં 1 સિક્સ મારીને 8રન(નોટ આઉટ) બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બોલીંગઃ મોહમ્દ શીરાજ 2 ઓવરમાં 28 રન આપ્યા હતા. ગ્લેન મેક્સવેલ 1.4 ઓવરમાં 14 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ 3 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ ઝડપી હતી. વાનિન્દુ હસરંગા 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. કર્ણ શર્મા 3 ઓવરમાં 33 રન આપી 1 વિકેટ ઝડપી હતી. મહિપાલ લોમરોર 1 ઓવરમાં 13 રન અને હર્ષલ પટેલ 2 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી ગુજરાત ટાઈટન્સ 14 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ હતા.
વિરાટ કોહલીની અડધી સદીઃ ઓપનિંગ જોડીએ સ્થિર શરૂઆત કરી હતી. પાંચમી ઓવરના અંતે વિરાટ કોહલી એ 19 અને ફાફ ડુ પ્લેસિસ 17 રન બનાવીને ક્રીઝ પર જમાવટ કરી હતી. મહિપાલ લોમરોરે તોફાની અડધી સદી ફટકારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડાબા હાથના બેટ્સમેન મહિપાલ લોમરોરે 26 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.
મોટો ફટકોઃ RCBને 16મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મુકેશ કુમારે 55 રનના અંગત સ્કોર પર વિરાટ કોહલીને ખલીલ અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્કોર 16 ઓવર પછી 137/3 રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 15 ઓવર પછી 126/2 સ્કોર રહ્યો હતો. RCB ટીમ હવે મોટો સ્કોર બનાવવા તરફ આગળ વધી રહી હતી. 15 ઓવરના અંતે વિરાટ કોહલી 50 અને મહિપાલ લોમરોર 29 રન બનાવીને મેદાન પર ટકી રહ્યા હતા.
આ પણ વાંચોઃ
કેચ આઉટ થયોઃ ટોસ જીત્યા પછી, RCB પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું અને ઓપનિંગ જોડીએ સ્થિર શરૂઆત કરી. 5 ઓવરના અંતે વિરાટ કોહલી (19) અને ફાફ ડુ પ્લેસિસ (17) રન બનાવીને ક્રીઝ પર હાજર રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મિશેલ માર્શે 11મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર બેટિંગ કરી રહેલા ફાફ ડુ પ્લેસિસને 45 રનના વ્યક્તિગત સ્કોર પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પછીના જ બોલ પર માર્શે ગ્લેન મેક્સવેલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્કોર 11 ઓવર પછી 83/2 સ્કોર રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી છે. અહીંથી તે મોટો સ્કોર બનાવી શકે છે. 10 ઓવરના અંતે ફાફ ડુ પ્લેસિસ (44) અને વિરાટ કોહલી (35) રન બનાવીને ક્રીઝ પર હાજર રહ્યો હતો.