ETV Bharat / sports

દરેક વિકેટ લીધા પછી બૂમો પાડવી યોગ્ય નથીઃ સુનિલ ગાવસ્કર - ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાન પર ખૂબ જ આક્રમક રહેતો હોય છે, પરંતુ તેને લઈને હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) કોહલીનું સમર્થન નથી કર્યું. ગાવસ્કરનું કહેવું છે કે, આક્રમકતાને ચહેરા પર બતાવવાની જરૂર નથી. દરેક વિકેટ પછી બૂમો પાડ્યા વગર પણ પ્રતિબદ્ધતા બતાવી શકાય છે.

દરેક વિકેટ લીધા પછી બૂમો પાડવી યોગ્ય નથીઃ સુનિલ ગાવસ્કર

author img

By

Published : Aug 27, 2021, 9:03 AM IST

  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પૂર્વ ક્રિકેટ ટીમના કેપ્ટન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar)નું નિવેદન
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) વિરાટ કોહલીનું (Virat Kohli) સમર્થન નથી કર્યું
  • આક્રમકતાને ચહેરા પર બતાવવાની જરૂર નથી. દરેક વિકેટ પછી બૂમો પાડ્યા વગર પણ પ્રતિબદ્ધતા બતાવી શકાય છેઃ ગાવસ્કર

લીડ્સઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર ઘણો જ આક્રમક રહે છે. તો કેટલાક લોકોને તેનો આ અંદાજ જરાય પસંદ નથી આવતો. ત્યારે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીનું સમર્થન નથી કર્યું. ગાવસ્કરનું કહેવું છે કે, આક્રમકતાને ચહેરા પર બતાવવાની જરૂર નથી.

આ પણ વાંચો- Tokyo Paralympicsમાં ટેબલ ટેનિસના બીજા રાઉન્ડની મેચમાં ભારતીય ખેલાડી ભાવિના પટેલની જીત

બહુ આક્રમકતા બતાવવી ન જોઈએઃ સુનિલ ગાવસ્કર

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને (Former England captain Nasir Hussain) પોતાની કોલમમાં લખ્યું હતું કે, કોહલી સાચા સમય પર ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરવા માટે સાચો વ્યક્તિ છે. તેમના ખેલાડી ખાસ કરીને બોલર આક્રમક કેપ્ટન ઈચ્છે છે. આ ભારતીય ટીમ એ ટીમ નથી, જેની સાથે ગેરવર્તણૂક કરી શકાય. ભૂતકાળની ટીમો સાથે થયેલી ગેરવર્તણૂકનો સંદર્ભ ગાવસ્કરને સાચો ન લાગ્યો. તેમણે પહેલા દિવસે કોમેન્ટ્રી બોક્સમાં હુસૈનની ટિપ્પણીનો અપવાદ દીધો અને કહ્યું હતું કે, માત્ર તમારા ચહેરા પર આક્રમકતા બતાવવાની આવશ્યકતા નથી.

આ પણ વાંચો- Ind vs Eng : ભારતનો ધબડકો, ભારતે 60 રન સાથે 5 વિકેટ ગુમાવી

પહેલાની પેઢી અંગે કંઈ બોલશો તો મને ખોટું લાગશેઃ સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, જ્યારે તમે કહો છો કે, પહેલાની પેઢી સાથે ગેરવર્તણૂક થઈ તો મને આવું નથી લાગતું. મને નિરાશા થશે. જો મારી પેઢી અંગે આવું કહેવામાં આવશે તો. રિકોર્ડ પર નજર કરીએ તો વર્ષ 1971માં અમે જીત્યા હતા. તે ઈંગ્લેન્ડમાં મારો પહેલો પ્રવાસ હતો. વર્ષ 1974માં અમે આંતરિક સમસ્યા હતી. આ માટે અમે 3-0થી હારી ગયા હતા. વર્ષ 1979માં અમે 1-0થી હાર્યા હતા. ઓવલમાં 438 રનનો પીછો કરતા 1-1 થઈ શકતું હતું. વર્ષ 1982 અમે ફરીથી 1-0થી હારી ગયા હતા. વર્ષ 1986માં અમે 2-0થી જીત્યા હતા. અમે 3-0થી જીતી શકતા હતા.

કોહલી ટીમમાં ઉર્જા લાવી દે છેઃ સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મને લાગે છે કે આક્રમકતાનો મતલબ છે કે, તમને હંમેશા વિપક્ષનો સામનો કરવો પડે છે. તમે જોશ બતાવી શકો છે. તમે પોતાની ટીમ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દેખાડી શકો છો. આ સ્પષ્ટ સંદર્ભ કોહલીના મેદાન પર વ્યવહાર કરવાની રીતથી હતો. જોકે, ગાવસ્કર આ વાતથી સહમત હતા કે, કોહલી ટીમમાં ઉર્જા લાવે છે અને તેની પર હુસૈને તેમને સમર્થન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.