- વિનીંગ શોટ બાદ દિકરી રડવાનુ રોકી ન શકી
- ધોનીએ હારના જડબામાંથી વિજય છીનવી લીધો
- CSKની મુશ્કેલીના સમયે સ્પષ્ટ માયુશી જોવા મળતી હતી
હૈદરાબાદ: ચેન્નાઇ સુપર કિંગ્સે રવિવારે દુબઇમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ ક્વોલિફાયરમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે જીત મેળવી હતી. ધોનીએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને ટાઇટલ મેચ સુધી પહોંચાડી દીધી છે. મેચ બાદ ધોનીએ આવું કામ કર્યું કે જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
લાગણીશીલ ક્ષણ સર્જાણી
ધોનીએ આ મેચમાં વિનિંગ ફોર ફટકારીને મેચ પૂરી કરી કે તરત જ દુબઈ સ્ટેડિયમમાં હાજર રહેલી એક નાનકડી છોકરીએ તેની માતાને ગળે લગાવીને રડવા લાગી હતી. આ છોકરીનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન આ છોકરી સંપૂર્ણ ઉત્સાહ સાથે CSKને સપોર્ટ કરતી જોવા મળી હતી. જ્યારે CSKની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ છોકરીના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ ધોનીએ ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી કે આ છોકરી પોતાને રડતા રોકી શકી નહીં.
-
Dhoni is not just a name & he is not just a Cricketer
— தல ViNo MSD 5.0 🤘 (@KillerViNooo7) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A emotion of Billions @msdhoni 🥺❤ pic.twitter.com/DQrKUzTuTD
">Dhoni is not just a name & he is not just a Cricketer
— தல ViNo MSD 5.0 🤘 (@KillerViNooo7) October 11, 2021
A emotion of Billions @msdhoni 🥺❤ pic.twitter.com/DQrKUzTuTDDhoni is not just a name & he is not just a Cricketer
— தல ViNo MSD 5.0 🤘 (@KillerViNooo7) October 11, 2021
A emotion of Billions @msdhoni 🥺❤ pic.twitter.com/DQrKUzTuTD
ધોનીએ છોકરીને ભેટ આપી
મેચ બાદ ધોનીએ આ છોકરીને ખાસ ભેટ આપી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધોનીએ મેચ બોલ પર પોતાની સહી કરી અને તે ચાહકને આપી. લોકો ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરી રહ્યા છે.
ધોનીએ હારના જડબામાંથી વિજય છીનવી લીધો
ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. ધોનીએ પોતાની તાકાત બતાવી અને છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ ફેરવી અને હારના જડબામાંથી વિજય છીનવી લીધો.
આ પણ વાંચોઃ CHETESHWAR PUJARA EXCLUSIVE: ધોની સાથે ફરી રમવા અને શિખવા માટે ઉત્સાહિત છું
આ પણ વાંચોઃ ધોની સર મને મેચના પાસ આપે છે: માહીના ફેન રામબાબુ