હૈદરાબાદ: TATA IPLની 34મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં DC અને SRH વચ્ચે રમાઇ રહી હતી. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની ટીમની શરુઆતની 5 વિકેટ જલદી પડી ગઇ હતી. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 137 રન બનાવ્યા હતા. ભારે રસાકસી વચ્ચે દિલ્હી કેપિટલ્સના બોલર સામે હૈદરાબાદના બેટ્સમેન રમી શક્યા ન હતા. અને દિલ્હી કેપિટલ્સે 7 રને જીત મેળવી હતી.
DC બેટીંગ : દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જેમાં ડેવિડ વોર્નરએ 21 રન, ફિલિપએ 0 રન, મિચેલ માર્ષએ 34 રન, અમન ખાનએ 4 રન, અક્ષર પટેલએ 34 રન, રિપલ પટેલએ 5 રન, નોર્ટજએ 2 રન, કુલદિપ યાદવએ 4 રન(અણનમ) અને ઇશાંત શર્માએ 1 રન(અણનમ) બનાવ્યો હતો.
SRH બોલિંગ : સનરાઇઝર્સ હૈદરાબાદએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. જેમાં ભુવનેશ્વર કુમારએ 4 ઓવરમાં 2 વિકેટ, માર્કો જાનસેનએ 2 ઓવરમાં 0 વિકેટ, સુંદરએ 4 ઓવરમાં 3 વિકેટ, નટરાજનએ 3 ઓવરમાં 1 વિકેટ, મયંકએ 4 ઓવરમાં 0 વિકેટ, મલિકએ 2 ઓવરમાં 0 વિકેટ અને માર્કરમે 1 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ હેરી બ્રૂક 14 બોલમાં 7 રન, મયંક અગ્રવાલ 39 બોલમાં 49 રન, રાહુલ ત્રિપાઠી 21 બોલમાં 15 રન, અભિષેક શર્મા 5 બોલમાં 5 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 5 બોલમાં 3 રન, હેઈનરિચ ક્લાસીન(વિકેટ કિપર) 19 બોલમાં 31 રન, વોશિંગ્ટન સુંદર 15 બોલમાં 24 રન(નોટ આઉટ) અને માર્કો જેસનન 3 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને નો બોલનો 1 રન એકસ્ટ્રા મળ્યો હતો. આમ જીતવા માટે 145 રનના ટાર્ગેટ સામે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 137 રન બની શક્યા હતા.
દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ ઈશાંત શર્મા 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. અનરિચ નોર્ટિજે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમાર 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. અક્ષર પટેલ 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ 4 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 2 ઓવરમાં 16 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછીની સ્થિતિ પર એક નજર કરીએ. પ્રથમ નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ, બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ હતા.
દિલ્હી ડેવિડ વોર્નર અને અક્ષર પટેલ પર દારોમદાર: દિલ્હી કેપિટલ્સ હૈદરાબાદમાં પણ તેમની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે અને તેમની બેટિંગનો શ્રેષ્ઠ દેખાવ રજૂ કરીને જીતની ગતિ પ્રાપ્ત કરશે. દિલ્હી કેપિટલ્સ ટીમમાં ડેવિડ વોર્નર અને અક્ષર પટેલ સિવાય કોઈ બેટ્સમેન 6 મેચ બાદ 100 રનનો આંકડો પાર કરી શક્યો નથી.
આ પણ વાંચો: IPL Points Table : ડુ પ્લેસિસે ઓરેન્જ કેપ, સિરાજ અને અર્શદીપે પર્પલ કેપની રેસમાં કબજો કર્યો
દિલ્હી કેપિટલ્સનો મિડલ ઓર્ડર નિષ્ફળ: દિલ્હી કેપિટલ્સની સમસ્યાઓ પૃથ્વી શૉથી શરૂ થાય છે, જેણે આ સિઝનમાં 7.83ની સરેરાશથી છ ઇનિંગ્સમાં માત્ર 47 રન જ બનાવ્યા છે અને દર વખતે પાવરપ્લેમાં આઉટ થયો છે. દિલ્હી કેપિટલ્સનો મિડલ ઓર્ડર પણ મોટાભાગની મેચોમાં નિષ્ફળ રહ્યો છે, ખાસ કરીને વિદેશી ખેલાડીઓ તેમના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. મિચેલ માર્શે ચાર મેચમાં છ રન, રોવમેન પોવેલ ત્રણમાં સાત, રેઈલી રોસોઉએ ત્રણમાં 44 અને છેલ્લી મેચમાં આવેલા ફિલ સોલ્ટે માત્ર પાંચ રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: IPL 2023 : કોલકત્તા સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 49 રનથી જીતી પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન
વોર્નરનો હૈદરાબાદના મેદાન પર રેકોર્ડ: દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફેરબદલ કર્યા પછી પણ પરિણામો બદલાતા નથી. આ મેચમાં પણ ફરી એકવાર વોર્નર પાસે જીતવાની તમામ શક્તિ હશે, જે તેના મનપસંદ મેદાન હૈદરાબાદમાં રમવાનું પસંદ કરે છે. વોર્નરે હૈદરાબાદમાં રમાયેલી તેની 31 ઇનિંગ્સમાં 15 અર્ધસદી અને ત્રણ સદી ફટકારી છે. તેણે આ મેદાન પર 1602 રન બનાવ્યા છે.
હૈદરાબાદનો ટોપ ઓર્ડર ફ્લોપ: બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરવામાં આવે તો તેની બેટિંગ પણ ખરાબ રહી છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં 4 અલગ-અલગ જોડીનો ઉપયોગ કરીને પોતાની ટોપ ઓર્ડર બેટિંગને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આથી જ પ્રથમ 5 મેચમાં ઈનિંગની શરૂઆત કરનાર મયંક અગ્રવાલ છેલ્લી મેચમાં 6માં નંબર પર ધકેલાઈ ગયો હતો. હાલમાં, હેરી બ્રુક અને અભિષેક શર્માને ખોલવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન: ડેવિડ વોર્નરે હૈદરાબાદમાં 1602 રન બનાવ્યા છે. વિરાટ કોહલી (બેંગ્લોરમાં 2545), એબી ડી વિલિયર્સ (બેંગ્લોરમાં 1960) અને રોહિત શર્મા (મુંબઈમાં 1602) પછી તે મેદાન પર સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. જોકે આ સિઝનમાં તે અત્યાર સુધી કેપિટલ માટે એક પણ સિક્સ ફટકારી શક્યો નથી.