નવી દિલ્હી : IPL 2023 ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ જીત અપાવવામાં ટીમના બોલર પીયૂષ ચાવલાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે આ IPLની 16મી મેચમાં પોતાના જોરદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. પિયુષે મુંબઈની ત્રીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે આક્રમક બોલિંગ કરી હતી, જેના કારણે દિલ્હીની ટીમના બેટ્સમેનો તેની સામે ઝૂકી ગયા હતા. 11મી એપ્રિલે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પીયૂષે દિલ્હી ફ્રેન્ચાઈઝી સામે 4 ઓવર ફેંકી હતી. 22 રનનો ખર્ચ કરીને તેણે દિલ્હીના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જેના કારણે મુંબઈની જીતનો માર્ગ સરળ બની ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ જીત્યા બાદ ટીમના ઓનર નીતા અંબાણીએ તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
પીયૂષ ચાવલાને ડ્રેસિંગ રૂમ પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડની જાહેરાત કરી : મુંબઈની ફ્રેન્ચાઈઝીની માલિક નીતા અંબાણીએ આઈપીએલની આ સિઝનમાં ટીમની પ્રથમ જીત પર ખુશી વ્યક્ત કરી છે. આનો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ટીમના તમામ ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ સાથે નીતા અંબાણી પીયૂષ ચાવલાને ડ્રેસિંગ રૂમ પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડની જાહેરાત કરતી જોવા મળે છે. તે દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમના તમામ ખેલાડીઓએ તાળીઓ પાડીને પીયૂષ ચાવલાને ચીયર કર્યા હતા.
રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો : પીયૂષ ચાવલાએ પણ પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે, આ મેચ તેના માટે યાદગાર બની રહેશે. પિયુષે આગામી મેચોમાં પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરવાની વાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે આ લીગમાં અત્યાર સુધીમાં 3 મેચમાંથી એક મેચ જીતી છે. આ સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. મુંબઈની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની જ્વલંત બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે મેચમાં 45 બોલ રમીને 65 રન બનાવ્યા હતા. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો છે. આ સિવાય રોહિતને વધુ બે એવોર્ડ પણ મળ્યા છે, જેમાં લોન્ગેસ્ટ સિક્સ એવોર્ડ અને ઓન ધ ગો ફોર્સ એવોર્ડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Ravi Bishnoi visited Ayodhya : LSGના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈ RCB સામેની રોમાંચક જીત બાદ પહોંચ્યા અયોધ્યા