ETV Bharat / sports

IPL 2023: હજુ પણ વૃદ્ધ નથી થયો સિંહ, 41 વર્ષની ઉંમરે પણ રજૂ કર્યો ચપળતાનો અદ્ભૂત નમૂનો - ipl dhoni record

મહેન્દ્ર સિંહ ધોનીએ ચાર વર્ષ પહેલા છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે 41 વર્ષનો છે પરંતુ તેમ છતાં ધોની ચપળતાના મામલે યુવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરે છે. આઈપીએલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેણે આનું વધુ એક ઉદાહરણ રજૂ કર્યું હતું.

IPL 2023: હજુ પણ વૃદ્ધ નથી થયો સિંહ, 41 વર્ષની ઉંમરે પણ રજૂ કર્યો ચપળતાનો અધભૂત નમૂનો

author img

By

Published : Apr 22, 2023, 7:14 AM IST

Updated : Apr 22, 2023, 8:05 AM IST

ચેન્નાઈ: મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) 2019માં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. 2020માં તેણે ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારથી તે માત્ર IPLમાં જ રમતા જોવા મળે છે. તેની ઉંમર પણ 41 વર્ષ છે અને તે આ સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ પછી પણ આજે ધોની યુવા ખેલાડીઓને વિકેટકીપિંગમાં હરાવવાની ક્ષમતા ધરાવે છે.

MS Dhoni IPL Records: મહેન્દ્ર સિંહ ધોનીનો આ IPL રેકોર્ડ કોણ તોડી શકશે, હાર્દિક-રોહિત-જાડેજા ઘણા પાછળ

ડાયરેક્ટ થ્રો દ્વારા રનઆઉટ: મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ઈનિંગની છેલ્લી ઓવરમાં પોતાનો એક ગ્લોવ્સ ઉતારે છે. આ કારણે, જો બેટ્સમેન બાયમાં ભાગવાનો પ્રયાસ કરે છે, તો તેના માટે સીધો થ્રો મારવો સરળ છે. જ્યારે કીપિંગ ગ્લોવ્સમાંથી બોલ ફેંકવામાં આવે છે, ત્યારે તેમાં કોઈ શક્તિ હોતી નથી. ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ આવું જ કર્યું હતું. ઈનિંગના છેલ્લા બોલ પર માર્કો જેન્સેન શોટ ચૂકી ગયો હતો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. વોશિંગ્ટન સુંદર પણ નોન-સ્ટ્રાઈકર છેડેથી ભાગ્યો હતો. પરંતુ ધોની ગ્લોવ ઉતારીને તૈયાર હતો. તેણે બોલ પકડીને થ્રો કર્યો. સુંદર ક્રિઝની બહાર જ હતો. હૈદરાબાદને છેલ્લા બોલ પર કોઈ રન ન મળ્યો અને વિકેટ પણ પડી.

IPL 2023: જ્યારે 2 ભાઈઓ મળ્યા... મેચ બાદ જોવા મળ્યો ધોની-વિરાટનો બ્રોમાંસ, વીડિયો વાયરલ

CSK 7 વિકેટે જીત્યું: ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી, જ્યારે પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 7 વિકેટે 134 રન બનાવ્યા હતા. તેમનો કોઈપણ બેટ્સમેન પીચ પર ટકી શક્યો નહોતો. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 22 રન આપીને 3 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. ચેન્નાઈએ 19મી ઓવરમાં મેચ જીતી લીધી હતી. ડેવોન કોનવેએ 57 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઋતુરાજ ગાયકવાડે પણ 35 રન બનાવ્યા હતા. IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમની આ ચોથી જીત છે. તે ટેબલમાં ત્રીજા નંબર પર છે.

Last Updated : Apr 22, 2023, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.