ETV Bharat / sports

IPL 2023: બેંગ્લુરુ સામે લખનઉની ભારે રસાકસી સાથે એક વિકેટથી જીત

RCB vs LSG IPL 2023 મેચ 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કે એલ રાહુલે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લુરુએ 20 ઓવરમાં 2 વિકેટના નુકશાનથી 212 રન બનાવ્યા છે. તેના જવાબમાં લખનઉની ટીમે 20 ઓવર 9 વિકેટ ગુમાવીને ભારે રસાકસી સાથે 213 રન બનાવી લીધા હતા. આમ લખનઉ સુપરજાયટન્સ એક વિકેટથી મેચ જીતી ગયું હતું. છેલ્લી ત્રણ ઓવરમાં દિલધડક મેચ જોવા મળી હતી. બોલે બોલે રસાકસી હતી.

IPL 2023: આજે લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામ-સામે

author img

By

Published : Apr 10, 2023, 11:25 AM IST

Updated : Apr 11, 2023, 12:15 AM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી સિઝનની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉં સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં લખનઉં સુપર જાયન્ટ્સના કપ્તાન કે,એલ રાહુલે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 2 વિકેટના નુકશાનથી 213 રન બનાવ્યા છે. જેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરને અંકે 9 વિકેટના નુકસાને 213 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચોઃ Shikhar Dhawan Statement: પહેલી જ મેચ હાર્યા બાદ કેપ્ટન ધવનનું છટક્યુ, પંજાબની હારનો આરોપ આમના પર લગાવ્યો

લખનઉ સુપર જાયટન્સની બેટિંગઃ કાયલ મેયર્સ 3 બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. કેએલ રાહુલ 20 બોલમાં 18 રન, દીપક હૂડા 10 બોલમાં 9 રન, કૃનાલ પંડ્યા 2 બોલમાં શૂન્ય રન, માર્કસ સ્ટોઈનિસ 30 બોલમાં 65 રન, નિકોલસ પૂરન 19 બોલમાં 62 રન, આયુષ બડોની 24 બોલમાં 30 રન, જયદેવ ઉનડકટ 7 બોલમાં 9 રન, માર્ક વુડ બે બોલમાં એક રન, રવિ બિશ્નોઈ બે બોલમાં 3 રન(નોટ આઉટ) અને અવેશ ખાન એક બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. આમ 9 વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા હતા. અને એક વિકેટથી જીત મેળવી હતી.

પૂરનની મહેનત રંગ લાવીઃ નિકોલસ પૂરને (વિકેટકિપર) 19 બોલમાં 62 રન બનાવ્યા હતા, જેમાં પૂરને ચાર ચોક્કા અને 7 સિક્સ મારી હતી.ઝડપથી અડધી સદી ફટકારની યાદીમાં પૂરનનું નામ આવી ગયું હતું. પૂરન સિરાજની બોલીંગમાં શાહબાઝ અહેમદે કેચ કર્યો હતો અને પૂરન આઉટ થયો હતો.

સ્ટોઈનિસના 65 રનઃ માર્કસ સ્ટોઈનિસે 30 બોલમાં 65 રન બનાવીને ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. સ્ટોઈનિસે 6 ચોક્કા અને 5 સિક્સ મારીને 65 રન પુરા કર્યા હતા. કર્ણ શર્માની બોલીંગમાં શાહબાઝ અહેમદને કેચ આપી બેઠા હતા અને આઉટ થયા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બોલીંગઃ મોહમ્મદ સિરાજ 4 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ડેવિડ વીલે 4 ઓવરમાં 32 રન આપ્યાહતા. વાયને પરનેલ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલ 4 ઓવરમાં 48રન આપી 2 વિકેટ ઝડપી હતી. કર્ણ શર્મા 3 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ લીધી હતી. તેમજશાહબાઝ અહેમદ 1 ઓવરમાં 15 રન આપ્યા હતા.

આરસીબીની બેટીંગઃ લખનઉં સુપરજાયન્ટ્સ સામે પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 વિકેટે 212 રન કર્યા હતા. બેંગ્લોર તરફથી સૌથી વધું રન કેપ્ટન ડુપ્લેસીસે અણનમ 79 રન 46 બોલમાં બનાવ્યા હતા.દિનેશ કાર્તિક 1 રન બનાવી અણનમ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 59 રન. વિરાટ કોહલીએ 44 બોલમાં 61 રન બનાવ્યા હતા.

લખનઉં સુપરજાયન્ટ્સની બોલીંગઃ લખનઉં સુપરજાયન્ટ્સ તરફથી માર્ક વુડે 4 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી. અમિત મિશ્રાએ 2 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. લખનઉં તરફથી સૌથી ખર્ચાળ બોલર આવેશ ખાન રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

બે વાઈડ બોલ ફાયદાકારકઃ બેંગ્લુરુએ 19મી ઓવરમાં બે વાઈડ બોલ આપ્યા હતા. ત્યાર પછી લખનઉને 12 બોલમાં 12 રન કરવાના હતા. બડોની 24 બોલમાં 30 રન કરીને સિક્સ મારી હતી, પણ બડોનીનું બેટ સ્ટમ્પને અડકી ગયું હતું. જેથી બડોનીની હિડ વિકેટ પડી હતી. 8 બોલમાં સાત રન કરવાના બાકી હતા.

છેલ્લી 20મી દિલધડક ઓવરઃ છેલ્લી ઓવરમાં લખનઉને 6 બોલમાં 5 રન કરવાના રહ્યા હતા. ઉનડકટ અને વુડ બેટિંગ પીચ પર હતા. વુડ છેલ્લી ઓવરના બીજા બોલે વુડ બે બોલમાં એક રન બનાવીને ક્લિન બોલ્ડ થયો હતો. ત્યાર પછી 4 બોલમાં 4 રન બાકી હતા. બિશ્નોઈ રમવા આવ્યા હતા. બે રન લીધા પછી 3 બોલમાં 2 રન બાકીરહ્યા હતા. બોલે બોલે રસાકસી હતી. 19.4 ઓવરમાં 8 વિકેટના નુકસાને 212 રન થયા હતા. બે બોલમાં એક રન બાકી હતો. અને પાંચમાં બોલે ઉનડકટ 7 બોલમાં 9 રન બનાવીને કેચ આપી દીધો હતો. તેવામાં બડોનીએ સિક્સ મારી પણ તેઓ હિટ વિકેટનો ભોગ બન્યા હતા. આમ છેલ્લા બોલે એક રન બાકી હતો. અને છેલ્લો બોલે રવિ બશ્નોઈ એક રન દોડીગયા હતા. આમ લખનઉની એક વિકેટથી જીત થઈ હતી.

આરસીબી જીતના ટ્રેક પર પરતઃ કેએલ રાહુલના નેતૃત્વમાં લખનૌએ અત્યાર સુધી રમાયેલી ત્રણમાંથી બે મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે જ્યારે ચેન્નાઈ સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આરસીબીએ એક મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે ટીમ એક મેચમાં હારી છે.

KKR સામે ખરાબ રીતે નિષ્ફળઃ લખનૌએ નવાબીનો ખેલ બતાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતના ટ્રેક પર પરત ફરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સ્ટાર્સથી ભરપૂર ટીમનો બેટિંગ ઓર્ડર KKR સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. KKR સામે કોહલી, ડુપ્લેસીસ અને મેક્સવેલ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદ પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યા ન હતા.

છેલ્લી મેચમાં ધૂમ મચાવીઃ માત્ર બેટિંગ જ નહીં પરંતુ બેંગ્લોરના બોલરોએ પણ છેલ્લી મેચમાં પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. સિરાજ અને હર્ષલ પટેલે ખુલ્લેઆમ રન લૂંટ્યા હતા, જ્યારે આકાશદીપ અને માઈકલ બ્રેસવેલ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રીસ ટોપલીના સ્થાને આવેલા વેઈન પાર્નેલને આરસીબી પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે છેલ્લી મેચમાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી દીધી હતી. કૃણાલ પંડ્યાએ બોલ અને બેટ બંનેથી તબાહી મચાવી હતી. તે જ સમયે, અનુભવી સ્પિનર ​​અમિત મિશ્રા પણ હૈદરાબાદના બેટ્સમેનોને પોતાની સ્પિન જાળમાં ખરાબ રીતે મૂંઝવવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચોઃ Ipl 2023 records: T20 ક્રિકેટમાં આજ સુધી આવું નથી બન્યું, KKRને જીતાડનાર રિંકુ સિંહે બનાવ્યો રેકોર્ડ

લખનૌ માટે કાયલ મેયર્સ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં બેટથી શાનદાર રહ્યો છે. કેપ્ટન રાહુલ પણ હૈદરાબાદ સામે સારા ટચમાં દેખાયો હતો અને તેણે 35 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ કૃણાલ પંડ્યાએ પણ 23 બોલમાં 34 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આરસીબી સામે ક્વિન્ટન ડિકોક લખનૌની ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે.

RCB vs LSG સંભવિત 11ઃ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ડેવિડ વિલી, કર્ણ શર્મા, આકાશદીપ, મોહમ્મદ સિરાજ.

લખનૌ સુપર જાયન્ટ્સ: કાયલ મેયર્સ, કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.

Last Updated : Apr 11, 2023, 12:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.