અમદાવાદ: TATA IPL 2023ની ફાઇનલ આજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાઈ રહી છે. મોટા ભાગના દર્શકો ધોની ટી શર્ટ પહેરી સ્ટેડિયમ પહોંચ્યા હતા. પરંતુ આજે ફિઝિકલ ટિકિટ ન હોવાથી અનેક દર્શકોને મેચ જોયા વિના ઘરે પરત ફરવું પડ્યું હતું.
લોકો બેરીકેટ તોડી સ્ટેડિયમમાં ઘુસ્યા: અમદાવાદ ખાતે ફાઇનલ મેચ જોવા લોકો બેરીકેટ તોડી સ્ટેડિયમમાં ઘુસ્યા હતા. સ્ટેડિયમ દરવાજો પણ ખોલી નાખ્યો હતો. લોકોને પાછા ખસેડવા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમના ગેટ બંધ કરવામાં આવ્યા છે.
ફિઝિકલ ટિકિટ વિના પ્રવેશ નહીં: ગતરોજ ભારે વરસાદને કારણે IPLની ફાઇનલ મેચ યોજાઇ શકી ન હતી. પરંતુ આજે રિઝર્વ ડે હોવાને કારણે આજે પણ ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ફિઝિકલ ટિકિટ હોય તેવા વ્યક્તિઓને જ સ્ટેડિયમના મુખ્ય ગેટથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ પાસે ફિઝિકલ ટિકિટ નથી. તેને પરત મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે તેની પાસે ફિઝિકલ ટિકિટ છે. ટિકિટનો બીજી વખત ઉપયોગ ન થાય તે માટે તે ટિકિટ ફાડીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
" આવતી કાલે ભારે વરસાદના કારણે મારી ટીકીટ સંપૂર્ણ રીતે ફાટી ગઈ હતી. જેથી હાલમાં મારી પાસે તે ટીકીટ ઉપલબ્ધ નથી. પરંતુ મેં ઓનલાઇન બુક કરવી હોવાથી સંપૂર્ણ ડોક્યુમેન્ટ મારી પાસે છે. તેમ છતાં મને પ્રવેશ આપવામાં આવતો નથી. મેં ઓનલાઇન પેટીએમ માંથી 3500 ની ટિકિટ pytm પરથી ગ્રાઉન્ડની ખરીદી હતી. પરંતુ વરસાદ હોવાને કારણે હું સ્ટેડિયમમાં પહોંચું તે પહેલા જ સંપૂર્ણ રીતે પલળી ગયો હતો. જેના કારણે ટિકિટ પણ ફાટી ગઈ હતી." - મિતલ પટેલ, દર્શક
ડોક્યુમેન્ટ હોવા છતાં પ્રવેશ નહિ: મેં ટિકિટ બુક કરતી વખતે જે મને મેઈલ મળ્યો હતો. તેમાંથી તમામ ડોક્યુમેન્ટની પ્રિન્ટ લઈને હું પહોંચ્યો છું. પરંતુ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સાથે તેને માંગ કરી હતી કે જે વ્યક્તિ બ્લેકમાં ટિકિટ ખરીદી હશે તેની પાસે કોઈ ડોક્યુમેન્ટ હશે નહીં પરંતુ મેં કાયદેસર 3500 ભરીને ટિકિટ ખરીદી છે. જેથી મારી પાસે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તો મને શા માટે પ્રવેશ આપવામાં આવતો નથી.