ETV Bharat / sports

IPL 2023: પંજાબ કિંગ્સ સામે ગુજરાતની 6 વિકેટથી ભવ્ય જીત, ગીલના 67 રન

TATA IPL 2023ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. જેમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સે 20 ઓવરને અંતે 8 વિકેટ ગુમાવીને 153 રન કર્યા હતા, તેની સામે ગુજરાત ટાઈટન્સે 19.5 ઓવરમાં 4 વિકટના નુકસાને 154 રન બનાવી લીધા હતા. આમ ગુજરાતે 6 વિકેટથી ભવ્ય જીત હાંસલ કરી હતી.

IPL 2023
IPL 2023
author img

By

Published : Apr 13, 2023, 10:28 AM IST

Updated : Apr 13, 2023, 11:52 PM IST

નવી દિલ્લીઃ આજે પંજાબમાં TATA IPL2023ની મેચ PBKS અને GT વચ્ચે રમાઇ હતી. જેમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે તેમની ટીમ માટે સારો નિવડ્યો હતો. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 153 રન બનાવ્યા હતા. અને ગુજરાત ટાઈટન્સની ટીમમાં ગીલના 67 રનની મદદથી 4 વિકેટ ગુમાવીને 154 રન બનાવી નાખ્યા હતા. 20માં ઓવરમાં છેલ્લો બોલ નાંખવાનો બાકી હતો અને ગુજરાત ટાઈટન્સે 6 વિકેટે જીત મેળવી લીધી હતી.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ 154 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 19 બોલમાં 5 ચોક્કાની મદદથી 30 રન બનાવ્યા હતા. સુભમન ગીલ 49 બોલમાં 7 ચોક્કા અને 1 સિક્સથી 67 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શન 29 બોલમાં 19 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 11 બોલમાં 8 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 18 બોલમાં 17રન(નોટ આઉટ) અને રાહુલ તેવટિયા 2 બોલમાં 5 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. 8 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સની બોલીંગઃ અર્શદીપ 4ઓવરમાં 33 રને એક વિકેટ લીધી હતી. કગિસો રબાડા 4 ઓવરમાં 36 રને એક વિકેટ, હરપ્રીત બ્રાર 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ, સામ કુરન 3.5 ઓવરમાં 25 રને એક વિકેટ, રાહુલ ચહર 3 ઓવરમાં 24 રન અને મેથ્યુ શ્રોફ 1 ઓવરમાં 8 રન આપ્યા હતા.

પંજાબનો સ્કોર : PBKSએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ 153 રન બનાવ્યા હતા. જેમાં પ્રભશિમરનએ 0 રન, શિખર ધવને 8 રન, મેથ્યું શોર્ટએ 36 રન, ભાનુકાએ 20 રન, જિતેશએ 25 રન, સેમ કરણએ 22 રન, શાહરુખ ખાને 22 રન, હરમન પ્રિતે 8 રન (અણનમ) અને રિશિ ધવને 1 રન બનાવ્યો હતો.

GTની બોલિંગ : ગુજરાતના બોલર્સનું સારુ પ્રદર્શન સારુ જોવા મળ્યું હતું, તેમને 20 ઓવરમાં 8 વિકેટ ઝડપી હતી. જેમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 1 વિકેટ, જોશુહા લિટલએ 4 ઓવરમાં 1 વિકેટ, અલજારી જોશેફએ 4 ઓવરમાં 1 વિકેટ, રાશિદ ખાને 4 ઓવરમાં 1 વિકેટ અને મોહિત શર્માએ 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ્સ ટેબલ (PointsTable) આજની મેચના પરિણામ પછીપ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ, બીજા નંબરે લખનઉસુપર જાયન્ટ્સ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ, ચોથા નંબરેકોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ અને પાંચમાં નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટહતા. પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ2 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ શૂન્ય પોઈન્ટ રહ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2023: જ્યારે ધોની ક્રિઝ પર હોય છે ત્યારે ગમે તેવી સ્ટ્રેટજી હોય કામ નથી કરતી

સિઝનની તેની પ્રથમ મેચ રમે તેવી શક્યતાઃ જ્યારે ગુજરાતની વાત આવે છે, ત્યારે સુકાની હાર્દિક પંડ્યા પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરવા માટે તૈયાર છે જ્યારે લિયામ લિવિંગસ્ટોન પણ પંજાબ માટે ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે, વિજય શંકર અને સાઈ સુદર્શનનું ફોર્મ ગુજરાતની મેચ જીતવાની તકો વધારશે, જ્યારે કાગીસો રબાડા સિઝનની તેની પ્રથમ મેચ રમે તેવી શક્યતા છે. પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સની IPL 2023ની 18મી મેચ ગુરુવાર એટલે કે આજે 13 એપ્રિલે 7:30 PMના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી ખાતે રમાશે. જોકે, ગુજરાતની ટીમને મજબુત માનવામાં આવી રહી છે.

પીબીકેએસ વિ જીટી પિચ રિપોર્ટઃ PCA IS બિન્દ્રા સ્ટેડિયમની વિકેટ બેટ્સમેનોની તરફેણ કરશે અને ઉચ્ચ સ્કોરિંગ મુકાબલાની અપેક્ષા છે. ટોસ જીતનાર કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ ICC T-20 Latest Rankings: ભારતના ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર ખરાબ પ્રદર્શન છતાં ICC રેન્કિંગમાં ટોપ

PBKS vs GT સંભવિત પ્લેઇંગ 11

પંજાબ કિંગ્સ (PBKS): શિખર ધવન (c), પ્રભસિમરન સિંઘ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), શાહરૂખ ખાન, સેમ કુરાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

ગુજરાત ટાઇટન્સ (GT): રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ

Last Updated : Apr 13, 2023, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.