લખનઉ: આજે TATA IPL 2023ની 16મી સીઝનની 19મી મેચ PBKS અને LSG વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટોડિયમમાં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે શરુ થઇ હતી. જેમાં પંજાબે ટોસ જીતીને લખનઉને પ્રથમ બેટીંગ કરવા માટે કહ્યું હતું. લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. આમ પંજાબને જીત માટે 160 રનનો લક્ષ્યાંક આપવામાં આપ્યો હતો. તેના જવાબમાં પંજાબ કિગ્સે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા હતા. અને પંજાબે 2 વિકેટથી જીત મેળવી હતી. આમ પંજાબ કિંગ્સ 5 મેચ રમી છે, તેમાં 3 મેચ જીતી ગઈ છે. જેથી પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ મેળવી લીધા છે.
લખનઉ બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા લખનઉએ 159 રન બનાવ્યા હતા. જેમાં કે.એલ.રાહુલએ 74 રન, મેયર્સએ 29 રન, દિપક હુડ્ડાએ 2 રન, કૃણાલ પાંડ્યાએ 18 રન, પુરણએ 0 રન, સ્ટોઇનિસએ 15 રન, બદોની 5 રન (અણનમ), ગોવથામએ 1 રન, યુધ્ધવિર સિંહએ 0 રન અને રવિએ 3 રન (અણનમ) બનાવ્યા હતા.
પંજાબની બોલિંગ : પંજાબે પ્રથમ બોલિંગ કરતા 8 વિકેટ ઝડપી હતી. જેમાં મેથ્યુંએ 2 ઓવરમાં 0 વિકેટ, અર્શદિપએ 3 ઓવરમાં 1 વિકેટ, રબાડાએ 4 ઓવરમાં 2 વિકેટ, સેમ કરણએ 4 ઓવરમાં 3 વિકેટ, હરપ્રિતે 2 ઓવરમાં 1 વિકેટ, સિકંદર રજ્જાએ 2 ઓવરમાં 1 વિકેટ અને ચહરે 3 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.
પંજાબ કિંગ્સની બેટિંગઃ અથર્વા ટેડી 3 બોલમાં શૂન્ય રન, પ્રભસિમરન સિંહ 4 બોલમાં 4 રન, મેથ્યુ શ્રોફ 22 બોલમાં 34 રન, હરપ્રિત સિંહ ભાટિયા 22 બોલમાં 22 રન, સિંકદર રાઝા 41 બોલમાં 57 રન, સામ કુરન(કેપ્ટન) 6 બોલમાં 6 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 4 બોલમાં 6 રન, શાહરૂખ ખાન 10 બોલમાં 23 રન(નોટ આઉટ), હરપ્રિત બ્રાર 4 બોલમાં 6 રન અને કગિસો રબાડા 1 બોલમાં શૂન્ય(નોટ આઉટ) બનાવ્યા હતા. 19.3 ઓવરમાં 8 વિકેટ પડી હતી અને ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ યુદ્ધવીર ચરક 3 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી. અવેશ ખાન 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. માર્ક વુડ 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ક્રિશનાપ્પા ગોવથામ 4 ઓવરમાં 31 રન આપી એક વિકેટ લીધી હતી. ક્રુનાલ પંડ્યા 3 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી. તેમજ રવિ બશ્નોઈ 2.3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ મેળવી હતી.
પોઈન્ટ્સ ટેબલ (PointsTable) આજની મેચ પત્યા પછી લેટેસ્ટ પોઈન્ટ્સ ટેબલ પર એક નજર કરીએ તો પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટસ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 2 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.
RCB vs DC Pitch And Weather Report: બેંગલુરુમાં રમાશે Rcb vs Dc મેચ, આવું હશે પિચ અને હવામાન
ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ: આ મેચમાં લખનૌએ 6 વિકેટે 193 રન બનાવ્યા હતા અને જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. જ્યારે બીજી મેચમાં લખનૌ અને હૈદરાબાદ આ મેદાન પર ટકરાયા હતા જ્યાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે માત્ર 121 રન બનાવ્યા હતા, જવાબમાં લખનૌએ 5 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. એકંદરે, આ પીચ પર, પછી તે બેટ્સમેન હોય કે બોલર, બંનેએ યોગ્ય પરિસ્થિતિઓનો લાભ લેવો પડશે. અહીં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવા માંગે છે.
Rishabh Pant on Ground: દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ સેશનમાં પહોંચ્યો રિષભ પંત
લખનૌમાં હવામાનની પેટર્ન કેવી રહેશે? આજની રાતની મેચ પહેલા લખનૌના હવામાનની વાત કરીએ તો સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા 3-4 દિવસમાં ગરમી ખૂબ જ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં લખનૌમાં પણ પારો ઝડપથી વધી રહ્યો છે. સાંજના સમયે ગરમી ખેલાડીઓને પરેશાન કરી શકે છે, પરંતુ રાહતની વાત એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી, તેથી દર્શકોને આખી મેચ જોવા મળશે. સાંજની મેચને કારણે ખેલાડીઓને પણ ઝાકળની અસર જોવા મળશે. લખનૌમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રહેવાની સંભાવના છે.