ETV Bharat / sports

IPL 2023: રસાકસી ભર્યા મેચમાં ગુજરાત સામે કોલકત્તા નાઇટ રાઇડર્સનો થયો વિજય - IPL 2023

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે TATA IPL 2023ની 13મી મેચમાં ગુજરાતે પ્રથમ બેટીંગ કરતા 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન વિજય શંકરે 24 બોલમા 63 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સૌથી વધુ વિકેટ સુનીલ નારાયણે 4 ઓવરમાં 33 રન આપી 3 વિકેટ લીધી હતી. આ મેચ રસાકસી ભરેલી જોવા મળી હતી, છેલ્લી ઓવરમાં આખા મેચની બાજી પલટાઇ હતી. કોલકત્તાના ખેલાડી રિન્કુએ છેલ્લી ઓવરમાં 5 છગ્ગા મારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

IPL 2023: આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ સામસામે

author img

By

Published : Apr 9, 2023, 1:54 PM IST

Updated : Apr 9, 2023, 8:08 PM IST

IPL 2023: આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ સામસામે

અમદાવાદ: TATA IPL 2023ની 13 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે 13મી મેચ રમાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બેંટીગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના સાથે સારો સાબિત થયો હતો. 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કોલકત્તાને જીતવા માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ટીમ કોલકત્તાના ધમાકેદાર બેસ્ટમેન રીન્કુએ ગુજરાતના હાથા માંથી મેચ છીનવી લિધી હતી. તેને છેલ્લી ઓવરમાં હારેલી મેચમાં 5 સિક્સ મારીને ભવ્ય વિજય અપાવ્યો હતો.

KKRની બેટીંગ : લક્ષ્યાંકનો પિછો કરવા ઉતરેલ ટીમની શરુઆત સારી જોવા મળી હતી, ત્યારબાદ રાશિદ ખાને હેટ્રીક લેતા. ટીમની કમર તોટી નાખી હતી. તેમ છતા આ રસાકસી ભર્યા મેચમાં KKRએ છેલ્લા બોલે જીત મેળવી હતી. જેમાં ગુજબાજે 12 બોલમાં 15 રન, જગદિશને 8 બોલમાં 6 રન, ઐયરે 40 બોલમાં 83 રન, નિતેશ રાણાએ 29 બોલમાં 45 રન, રિન્કુ સિંઘે 21 બોલમાં 48 રન(અણનમ), રસલે 2 બોલમાં 1 રન, નારાયણે 1 બોલમાં 0 રન, ઠાકુરે 1 બોલમાં 0 રન અને યુમેશ યાદવે 6 બોલમાં 5 રન(અનણમ) બનાવ્યા હતા.

GT બોલિંગ : ગુજરાતે કોલકતાના 7 ખેલાડીઓને પ્વેલિયન મોકલી આપ્યા હતા. જેમાં શામીએ 4 ઓવરમાં 1 વિકેટ, લિટલે 4 ઓવરમાં 1 વિકેટ, જોસેફે 4 ઓવરમાં 2 વિકેટ, દયાલે 4 ઓવરમાં 69 રન આપીને 0 વિકેટ અને રાશિદ ખાને 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

GTની બેટીંગ : ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. જેમાં શાહે 17 બોલમાં 17 રન, શુભમન ગીલે 31 બોલમાં 39 રન, સાંઇ શુદર્શને 38 બોલમાં 53 રન, અભિનવ મનોહરએ 8 બોલમાં 14 રન, વિજય શંકરે 24 બોલમાં 63 રન (અણનમ) અને ડેવિડ મિલરે 3 બોલમાં 2 રન(અણનમ) બનાવ્યા હતા.

KKRની બોલિંગ : કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલર્સએ 4 વિકેટ ઝડપી હતી. જેમાં ઉમેશ યાદવે 3 ઓવરમાં 0 વિકેટ, ઠાકુરએ 3 ઓવરમાં 0 વિકેટ, લોકી ફર્ગ્યુશને 4 ઓવરમાં 0 વિકેટ, નારાયણએ 4 ઓવરમાં 3 વિકેટ, ચક્રવતીએ 2 ઓવરમાં 0 વિકેટ અને શર્માએ 4 ઓવરમાં 1 વિકેટ લિધી હતી.

આ પણ વાંચોઃ GT vs KKR: આ હોઈ શકે છે ગુજરાત અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી

બિહાર અને બંગાળથી પહોંચ્યા દર્શકોઃ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે બપોરે 3:30 વાગે મેચ રમવા જઈ રહી છે. સવારથી જ દશકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. આજની મેચ જોવા માટે ખાસ બિહાર અને કલકત્તાથી પણ પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે. બિહારના દર્શકોનું માનવું છે કે, આજની મેચ ગુજરાત ફરી એકવાર જીત મેળવીને જીતની હેટ્રિક મેળવશે. જ્યારે કોલકત્તાની ટીમને સપોર્ટ સ્પેશ્યલ બંગાળથી આવેલ ક્રિકેટ પ્રેમીનું માનું છે કે કોલકાત્તા આગળની મેચ જીતીને ફોર્મમાં પરત આવી છે. જેની મેચ પણ કોલકાતા કરતા જીતશે.

કોલકાતા કરતા ગુજરાત આગળઃ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સની અગાઉની મેચની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોલકાતા અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ગત વર્ષે એકવાર ટકરાયા હતા. જેમાં ગુજરાત ટાઇટન 8 રને વિજય થયો હતો. જે મેચમાં હાર્દિક પંડ્યાએ 67 ની શાનદાર રમી હતી ત્યારે ફરી એકવાર આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ફરી એકવાર મેચ રમાવા જઈ રહી છે.ત્યારે અગાઉનું પ્રદર્શન જોતા આજે પણ ગુજરાત ટાઇટન્સ આગળ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ MI vs CSK IPL 2023: ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, રહાણેએ સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

કોલકતા બેટિંગ મુખ્ય સમસ્યાઃ કોલકત્તા નાઈટ રાઈડર્સની હાલમાં મુખ્ય સમસ્યા બેટિંગમાં જોવા મળી રહી છે. હજુ સુધી કોઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. કપ્તાન નીતીશ રાણા,વેંકન્ટેશ ઐયર, આન્દ્રેલ રસેલ સહિત ખેલાડી પ્રદર્શન ખાસ જોવા મળી રહ્યું નથી. જ્યારે બોલિંગમાં વરુણ ચક્રવતી, સુનિલ નારાયણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે છેલ્લી મેચમાં કોલકતા તરફથી શાર્દુલ ઠાકુરે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે બીજી બાજુ ગુજરાત ટાઈટન્સ બેટિંગ,બોલિંગ, ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી રહી છે.

Last Updated : Apr 9, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.