- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022
- વર્તમાન આઠ ફ્રેન્ચાઇઝીઓને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી
- ચાર ખેલાડીઓ પસંદ કરશે જેમને તેઓ જાળવી રાખવા માંગે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં વર્તમાન આઠ ફ્રેન્ચાઇઝીઓને(Franchisees) વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે, બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ (Lucknow and Ahmedabad)હરાજી પહેલા બાકીના પ્લેયર પૂલમાંથી ત્રણ ખેલાડીઓ મેળવી શકશે.
IPL ફ્રેન્ચાઇઝીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં આ નિયમોની સ્પષ્ટતા કરી
આ વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL 2022 ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ESPNcricinfo અનુસાર, IPL એ આ અઠવાડિયે ફ્રેન્ચાઇઝીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં આ નિયમોની સ્પષ્ટતા કરી હતી.
2018ની મેગા ઓક્શનમાં ટીમો પાસે 80 કરોડ રૂપિયા હતા
IPL 2022 ની હરાજી માટે પર્સ 90 કરોડ રૂપિયા (અંદાજે USD 12 મિલિયન) હોવાની શક્યતા છે. 2021ની હરાજીમાં તે 85 કરોડ રૂપિયા હતી. 2018ની મેગા ઓક્શનમાં ટીમો પાસે 80 કરોડ રૂપિયા હતા, જેમાંથી તેઓ ખર્ચ કરી શકે છે. રિટેન કરાયેલા ખેલાડીઓ પર મહત્તમ રૂ. 33 કરોડ સાથે, ટીમોને રીટેન્શન અને બે રાઇટ-ટુ-મેચ (RTM) કાર્ડના સંયોજન દ્વારા પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
આવતા વર્ષે આરટીએમ કાર્ડ નહીં હોય
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આવતા વર્ષે આરટીએમ કાર્ડ નહીં હોય. ફ્રેન્ચાઇઝીઓ બે અલગ-અલગ સંયોજનોને અમલમાં મૂકી શકશે. જ્યારે તેઓ ચાર ખેલાડીઓ પસંદ કરશે જેમને તેઓ જાળવી રાખવા માંગે છે. ત્રણ ભારતીય અને એક વિદેશી, અથવા બે ભારતીય અને બે વિદેશી.
રિટેન્શન આખરે ખેલાડીની પસંદગી હશે
આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રિટેન્શન આખરે ખેલાડીની પસંદગી હશે. કારણ કે તે ઓક્શન પૂલમાં પાછા જવાનું કે ફ્રેન્ચાઈઝી બદલવાનો નિર્ણય લઈ શકે છે. ભલે તેની વર્તમાન ટીમ તેને રાખવા માંગતી હોય. ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ નવેમ્બરના અંત સુધી હોઈ શકે છે.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીએ એટીકે મોહન બાગાન છોડી દીધું
આ પણ વાંચોઃ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે પેરાલિમ્પિક ખેલાડીઓ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે