- ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શેડ્યૂલ મુજબ યોજાશે
- મહારાષ્ટ્રમાં કોવિડ -19ના કેસ સતત વધી રહ્યા છે
- રાજ્ય સરકારે આંશિક લોકડાઉન કરવાની જાહેરાત કરી
મુંબઈ: ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શેડ્યૂલ મુજબ યોજાશે. ગાંગુલીનું આ નિવેદન ત્યારે આવી રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં કોવિડ -19ના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્ય સરકારે આંશિક લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.
મેચ તેના પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ રમાશે
ગાંગુલીએ કહ્યું છે કે, IPLના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને મેચ તેના પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ રમાશે. આ સિવાય MCAના એક અધિકારીએ પણ ખાતરી આપી છે કે, લોકડાઉનની IPL મેચોમાં કોઈ અસર નહીં પડે. જોકે, ક્રિકેટની અન્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી પડશે.
આ પણ વાંચો: આઈપીએલ -14: પ્લેઓફમાં ફરી સ્થાન લેવા માગે છે સનરાઇઝર્સ હૈદરાબાદ
IPLની ટીમો સામાન્ય રીતે પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છે
MCAના અધિકારીએ એ પણ પુષ્ટિ આપી છે કે, IPLની ટીમો સામાન્ય રીતે પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છે. MCAના અધિકારીએ જણાવ્યું કે, કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિ કે જે બાયો બબલનો ભાગ છે તેને અવિરતપણે મંજૂરી આપવામાં આવશે. રવિવારે બપોરે મંત્રીમંડળની બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારે વીક એન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: IPLમાં હનુમા વિહારીનો પણ સમાવેશ થયો હોત તો સારું હોત : ચેતેશ્વર પૂજારા