ETV Bharat / sports

ભારતે શ્રીલંકાને 91 રને હરાવી 2-1થી સિરીઝ જીતી, આ સાથે ઘરઆંગણે સતત 11મી સિરીઝ જીતી - ઘરઆંગણે સતત 11મી સિરીઝ જીતી

ભારતે ત્રણ T20 શ્રેણીની ત્રીજી મેચમાં શ્રીલંકાને 91 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી (India vs Sri Lanka T20 Series) છે. સિરીઝની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી (Suryakumar Yadav scored his third career century) હતી.

india vs sri lanka t20 series
india vs sri lanka t20 series
author img

By

Published : Jan 8, 2023, 9:55 AM IST

રાજકોટ: ભારત અને શ્રીલંકા T20 સિરીઝની (India vs Sri Lanka T20 Series) છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને આ સિરીઝમાં હરાવતા સતત 11મી સિરીઝ જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાની ઘરમાં સતત 11મી સિરીઝ છે.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ: સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આ્યો હતો. જ્યારે અક્ષર પટેલને આખી સિરીઝમાં ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રીલંકાની ઇનિંગ: ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુસલ મેન્ડિસ, દાસુન શનાકાએ 23 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.\

આ પણ વાંચો: રાજકોટ રંગાયું ક્રિકેટના રંગમાં, શુક્રવારે ભારતીય ટીમની એન્ટ્રી

ટીમ ઈન્ડિયાની ઇનિંગ: ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન ફટકાર્યા હતા. શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ મળ્યો છે. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112* રન ફટકાર્યા હતા. તેણે T20 કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 9 બોલમાં 21* રન કરીને સારું ફિનિશિંગ કર્યું હતું. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 2 વિકેટ, જ્યારે કસુન રજીથા, વાનિન્દુ હસરંગા અને ચમિકા કરુણારત્નેને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં 7મીએ ભારત અને શ્રીલંકા T20 મેચ, ખંડેરી સ્ટેડિમમાં શ્રીલંકા પહેલી વખત અજમાવશે નસીબ

ટીમ ઈન્ડિયા તરફથી સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી: સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી. આ તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની ત્રીજી સદી છે. આ સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી(Second fastest century from Team India) હતી. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના નામે છે. તેઓએ 35 બોલમાં સદી ફટકારી હતી. સૌથી વધુ સેન્ચુરી મારવાની લિસ્ટમાં તે હવે બીજા નંબરે આવી ગયો છે. પહેલા નંબરે રોહિત શર્મા 4 સેન્ચુરી સાથે છે. સૂર્યા હવે ત્રણ સેન્ચુરી સાથે બીજા નંબરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.