ETV Bharat / sports

T20 World Cup 2022: ભારત સામે બાંગ્લાદેશનો 5 રને પરાજય, પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રને પરાજય આપ્યો હતો. જેમાં મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીને જાહેર કર્યો હતો.

Etv Bharatએડિલેડમાં ભારે વરસાદ કારણે મેચ રોકાઈ, જો રદ્દ થઈ તો ભારત હારશે

author img

By

Published : Nov 2, 2022, 4:30 PM IST

Updated : Nov 2, 2022, 7:37 PM IST

એડિલેડ: એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે. હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મળેલા 16 ઓવરમાં 151 રનના ટાર્ગેટની સામે 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. તરફથી સૌથી વધુ લિટોન દાસે 27 બોલમાં જ 60 રન બનાવ્યા હતા. તો નુરુલ હસને 14 બોલમાં 25 રન કર્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.

ફિલ્ડિંગ કરવાનો નિર્ણય: અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

બાંગ્લાદેશ: શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમિલ હુસૈન શાન્તો, લિટન દાસ, અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરિફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.

ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. દીપક હુડાને જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ-11માં પરત ફર્યો છે.

એડિલેડમાં સુપર-12ની મેચ: સાઉથ આફ્રિકાની સામે છેલ્લી મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ છે. આ જ કારણે બાંગ્લાદેશની સામે આજે એડિલેડમાં સુપર-12ની મેચ ખૂબ જ મહત્ત્વની થઈ ગઈ(35th match of T20 World Cup) છે.પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની જીત બાદ ભારતની નજર ત્રીજી જીત પર છે. તે દક્ષિણ આફ્રિકા સામે હારી ગઇ હતી. બીજી તરફ બાંગ્લાદેશે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવીને ચાર પોઈન્ટ મેળવી લીધા છે. તેનો પણ દક્ષિણ આફ્રિકાના હાથે પરાજય થયો હતો.

એડિલેડમાં ભારતનો રેકોર્ડ - એડિલેડના ઓવલમાં ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી એકમાત્ર મેચમાં તત્કાલીન ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને 55 બોલમાં શાનદાર 90 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશીપની ઇનિંગને કારણે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ઇનિંગમાં કોહલીએ 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

પીચ રિપોર્ટ - આ વર્લ્ડ કપમાં હજુ સુધી એડિલેડમાં કોઈ મેચ નથી. અહીં નાઇટ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 170 રન રહ્યો છે. ભારત માટે સારી વાત એ છે કે તેણે અહીં રમાયેલી પોતાની એકમાત્ર T20 મેચ જીતી છે. ભારતે 2016માં અહીં ઓસ્ટ્રેલિયાને 37 રનથી હરાવ્યું હતું.

Last Updated : Nov 2, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.