ETV Bharat / sports

IPL 2023: સાહાએ કહ્યું પિચ પર શુભમનગીલ હોય ત્યારે ટેનશન થતું નથી - IPL 2023

શુભમન ગીલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા ત્રણ મહિના શાનદાર રહ્યા છે. આ ખેલાડીએ પોતાના કરિયરમાં શાનદાર સિદ્ધિ મેળવી છે. તેણે પોતાની ગેમમાં સારો એવો સુધારો કર્યો છે. એમની ગેમની નોંધ લઈને બીજા ખેલાડીઓએ પણ પ્રતિક્રિયા આપી છે.

IPL 2023: સાહાએ કહ્યું પિચ પર શુભમનગીલ હોય ત્યારે ટેનશન થતું નથી

author img

By

Published : Apr 8, 2023, 9:16 AM IST

અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સની ટીમના સિનિયર ખેલાડી રિદ્ધિમાન સહાએ શુભમન ગિલના વખાણ કર્યા છે. એક સફળ પ્લેયર તરીકે એમની સિદ્ધિની નોંધ લીધી છે. રિદ્ધિમાન સાહા એક સફળ ઓપનિંગ પ્લેયર છે. રિદ્ધિમાન સાહાએ જણાવ્યું હતું કે, ક્રિઝ પર જ્યારે શુભમન ગીલ હોય ત્યારે ટેનશન ઓછું થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા ત્રણ મહિના સાહા માટે શાનદાર રહ્યા છે. તેમણે પોતાની ગેમમાં સારા એવા સુધારા વધારા કર્યા છે. હવે એના પર્ફોમન્સની અન્ય ખેલાડીઓ પણ વાહ વાહ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2023: મિશેલ માર્શ લગ્ન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે, દિલ્હી કેપિટલ્સને આંચકો

શુભમન વિશે સાહાઃ શુભમન સાથે બેટિંગ કરવું સરળ છે. હું જાણું છું કે, ગુજરાત ટાઈટન્સે આ વખતે પણ સારૂ એવું પર્ફોમન્સ કરવાનું છે. મારે, શુભમને અને સાઈ સુદર્શને આ વખતે બેસ્ટ પર્ફોમ કરવાનું રહેશે. ખાસ કરીને બેટિંગ પર ધ્યાન આપવાનું રહેશે. જ્યારે શુભમન મારી સાથે બેટિંગમાં હોય છે ત્યારે બેટિંગ કરવું સરળ બની રહે છે. આવું મારા માટે છે અને મને એ ક્રિઝ પર હોય ત્યારે ટેનશન થતું નથી. એ જ્યારે મારી સાથે હોય ત્યારે હું મારી નેચરલ ગેમ રમી શકું છું. જેમ જેમ શુભમન પોતાનો સ્કોર આગળ વધારે છે એમ સ્થિતિ આસાન થઈ જાય છે. ખાસ કરીને મારા જેવા અને સાઈ-વિજય જેવા બેટ્સમેન માટે સ્થિતિ સરળ બની રહે છે.

ભારતની ટીમમાં નહીંઃ હાલમાં સાહા ભારતીય ક્રિકેટ ટીમમાં નથી. ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વખતે તે ત્રિપુરાની ટીમમાંથી રમ્યો હતો. પણ 40 ટેસ્ટ રમ્યા બાદ પણ એના પર્ફોમન્સમાં ખાસ કોઈ ફેરફાર નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું ગ્રાઉન્ડ પર હોવ ત્યારે પ્રેશર વચ્ચે સ્થિતિ સામાન્ય બની રહે એવો મારો પ્રયાસ હોય છે. એ પછી હું ભારતીય ક્રિકેટ ટીમમાં હોવ કે બીજી કોઈ. હાલમાં તો હું માત્ર આઈપીએલની મેચ રમી રહ્યો છું. જે રીતે મેચ આવતી જાય છે એ રીતે હું તૈયારીઓ કરતો હોવ છું.

આ પણ વાંચોઃ IPL 2023: આજે રાજસ્થાન-દિલ્લી વચ્ચે ટક્કર, હારનો બદલો લેવા જૂની રણનીતિ

ગેમ પ્લાનઃ આઇપીએલની તૈયારી ડોમેસ્ટિક સ્તરની તૈયારી કરતાં ઘણી અલગ છે. જેમાં હરીફ ટીમો પ્રદર્શનનું વધુ નજીકથી વિશ્લેષણ કરાય છે. "ડોમેસ્ટિક ક્રિકેટ માટે પ્રક્રિયા ખૂબ જ અલગ છે અથવા તમે શૈલી અથવા અભિગમ કહી શકો. તમે ઘરેલુ હુમલાઓને જોઈને તૈયારી કરી શકો છો અને આઈપીએલમાં જાણવું જોઈએ કે હરીફ ટીમ પણ સમાન રીતે હંફાવવા માટે તૈયાર હોય છે. જ્યારે આટલા વર્ષોથી રમો છો સામાન્ય ટીમ મેનેજમેન્ટ દ્વારા પાવરપ્લેમાં મારા શોટ રમવાની આઝાદી આપવામાં આવે છે. હું હંમેશા માનું છું કે જે લોકો પ્રથમ છ ઓવરમાં વધારાના 20 રન બનાવે છે, તરત જ 30 થી 40 ટકા ફાયદો મળે છે.

મોટી સફળતાઃ વીરેન્દ્ર સેહવાગ અને પૃથ્વી શૉ સિવાય, સાહા IPLમાં પાવરપ્લે ઓવરમાં ઓપનર તરીકે 1000 રન બનાવનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. મને ખબર નથી કે, જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી શીખ્યો છું અને કદાચ આ જ કારણ છે કે મને અલગ-અલગ ટીમો માટે IPL રમવાની તક મળી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.