નવી દિલ્હીઃ IPL 2023ની 43મી મેચ બાદ વિરાટ કોહલી ફરી ચર્ચામાં આવી ગયો છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 18 રને જીત નોંધાવી હતી. કિંગ કોહલી મેચ જીતવાને કારણે ચર્ચામાં નથી આવ્યો. આનું કારણ કંઈક બીજું છે. મેચ બાદ કોહલી અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ કોહલી ગુસ્સે થઈ ગયો હતો અને ત્યારબાદ હંગામો થયો હતો. હવે આ વિવાદ બાદ કોહલીએ ઈશારામાં ઘણા લોકોને નિશાન બનાવ્યા છે.
પોસ્ટમાં કોહલીએ પૂર્વ રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસનો ઉલ્લેખ કર્યો છે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચ પૂરી થયા પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ બોલાચાલી બાદ વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કોહલીએ પૂર્વ રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસનો ઉલ્લેખ કર્યો છે, જેમણે 161 થી 180 ઈ.સ સુધી શાસન કર્યું હતું. તેઓ ફિલોસોફર પણ હતા. પૂર્વ કેપ્ટન કોહલીએ આ સ્ટોરી દ્વારા એક સંદેશ આપ્યો છે. જેમાં લખ્યું છે કે 'આપણે જે સાંભળીએ છીએ તે એક અભિપ્રાય છે, હકીકત નથી, આપણે જે જોઈએ છીએ તે દરેક સંદર્ભમાં થાય છે, તે જરૂરી નથી કે તે સાચું હોય'.
આ પણ વાંચો: Fight Between Gambhir Kohli : મેચ પછી કોહલી અને ગંભીર ફરીવાર બાખડ્યા, જુઓ આ વિડીયો
કોહલીનો નવીન-ઉલ-હક સાથે પણ ઝઘડો થયો હતો: વિરાટ કોહલીને કેમ ગુસ્સો આવ્યો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી ગંભીર સાથે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર કોહલીની વાત પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. બંને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા એટલી વધી ગઈ હતી કે લખનૌ અને આરસીબી ટીમના ખેલાડીઓએ દખલગીરી કરવી પડી હતી. અગાઉ પણ, રમત પછી હેન્ડશેક દરમિયાન, કોહલીએ લખનૌ ફ્રેન્ચાઇઝી ઝડપી બોલર નવીન-ઉલ-હક સાથે ઝઘડો કર્યો હતો.