ETV Bharat / sports

IPL-2021: પંજાબ કિગ્સે હૈદરાબાદ સન રાઈઝરને 5 રનથી હરાવ્યું - ક્રિકેટ સમાચાર

પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 120 રન બનાવી શકી હતી.

IPL-2021: પંજાબ કિગ્સે હૈદરાબાદ સન રાઈઝરને 5 રનથી હરાવ્યું

author img

By

Published : Sep 26, 2021, 7:12 AM IST

  • પંજાબની હૈદરાબાદ સામે જીત
  • હૈદરાબાદને 5 રનથી હરાવ્યું પંજાબે
  • પંજાબ ટેબલ પોઈન્ટ પર 5 નંબર પર

હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની 37 મી મેચમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત છે. તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી છે. તેના 10 મેચમાં 8 પોઇન્ટ છે.

હૈદરાબાદની ખરાબ શરૂઆત

પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 120 રન બનાવી શકી હતી. 126 રનનો પીછો કરતા હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. ડેવિડ વોર્નર 2 અને કેપ્ટન કેન વિલિયમસન માત્ર એક જ રન બનાવી શક્યા હતા. ઝડપી બોલર મોહમ્મદ શમીએ બંનેની વિકેટ મેળવી હતી. ટીમે 60 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય: મોદી

ટીમનુ સારૂ પ્રદર્શન

મનીષ પાંડેએ 13, કેદાર જાધવે 12 અને રિદ્ધિમાન સાહાએ 31 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​રવિ બિશ્નાઈએ 24 રનમાં 3 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડર 47 રને અણનમ રહ્યો, પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં. તેણે 29 બોલમાં 5 સિક્સર પણ ફટકારી હતી. હૈદરાબાદને છેલ્લી 3 ઓવરમાં 30 રન બનાવવાના હતા. પરંતુ પંજાબના બોલરોએ હૈદરાબાદના બેટ્સમેનોને રન બનાવવા દીધા નહીં.

ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબને ઇનિંગની 5 મી ઓવરમાં પહેલો ફટકો મળ્યો હતો અને કેએલ રાહુલ (21) ને જેસન હોલ્ડરે સુચિતના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 21 બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ જ ઓવરના 5 માં બોલ પર મયંક અગ્રવાલ (5) પણ પેવેલિયન પરત ફર્યો અને વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો. બંને ખેલાડીઓએ પ્રથમ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી.

આ પણ વાંચો : ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં હરીપુરા કોઝવે ફરી પાણીમાં ગરક, 12 જેટલા ગામો સંપર્ક વિહોણા

બોલરનો સારૂ પ્રદર્શન

ક્રિસ ગેલ પણ વધારે ન કરી શક્યો અને 1 ચોગ્ગાની મદદથી 17 બોલમાં 14 રન બનાવીને રાશિદ ખાનનો શિકાર બન્યો. નિકોલસ પૂરણ (8) સંદીપ શર્માનો શિકાર બન્યો અને તેના પોતાના બોલ પર કેચ પકડ્યો. એડિન માર્કરમ એ પંજાબ માટે 27 રનનું યોગદાન આપ્યું હતું. જેસન હોલ્ડરે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઝડપી બોલર સંદીપ શર્મા, ભુવનેશ્વર કુમાર, રશીદ ખાન અને અબ્દુલ સમાદે પણ 1-1 વિકેટ મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.