- RCBને હરાવ્યા બાદ ધોનીએ પોતાની રણનીતિ વિશે કરી વાત
- ઝાકળ હોય ત્યારે બીજા નંબરે બેટિંગ કરવાનો નિર્ણય કરે છે
- મોઈનની જગ્યાએ બ્રાવોને બૉલિંગ કરાવી જેણે મેચનું પાસું પલટી દીધું
શાહરજાહ: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિરુદ્ધ મળેલી જીત બાદ કહ્યું કે, ઝાકળને અનુકૂળ હોવું અને બૉલિંગની રણનીતિ બનાવવી મહત્વપૂર્ણ રહ્યું. ચેન્નાઈએ શુક્રવારના રમાયેલી મેચમાં RCBને 6 વિકેટે હરાવ્યું. આ જીતની સાથે ચેન્નાઈની ટીમ 14 પોઇન્ટ્સ સાથે પ્રથમ નંબરે આવી ગઈ.
ઝાકળ હોય ત્યારે બીજા નંબરે બેટિંગ કરવાનું પસંદ કરે છે CSK
ધોનીએ કહ્યું કે, "અમે ઝાકળને લઇને ચિંતિત હતા, આ કારણે જ્યારે પણ ઝાકળની સંભાવના હોય છે તો અમે બીજા નંબરે બેટિંગ કરવા ઇચ્છીએ છીએ. RCBએ સારી શરૂઆત કરી, પરંતુ 9મી ઑવર બાદ વિકેટ ધીમી થઈ ગઈ. અમારે હજુ પણ મજબૂત બૉલિંગ કરવાની હતી અને રવિન્દ્ર જાડેજાનો સ્પેલ દેવદત્ત પડીક્કલના એક છેડેથી બેટિંગની સાથે મહત્વપૂર્ણ હતો. ત્યારબાદ ડ્વેન બ્રાવો,જોશ હેઝલવૂડ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર શાનદાર હતા. એ હંમેશા તમારા મગજમાં હોય છે કે અહીં કયો બોલર વધારે પ્રભાવશાળી થઈ શકે છે."
અચાનક મન બદલ્યું અને મોઈનની જગ્યાએ બ્રાવોને કરાવી બૉલિંગ
તેમણે કહ્યું કે, " મેં મોઈન અલીને કહ્યું કે, તે બહું જલદી બૉલિંગ કરશે, પરંતુ પછી મેં નિર્ણય કર્યો કે બ્રાવોએ બૉલિંગ કરવી જોઇએ. અમારા ખેલાડીઓએ સખ્ત મહેનત કરી અને તેઓ પોતાની ભૂમિકા અને જવાબદારી સમજે છે."
શારજાહ મેદાનની પિચ દુબઈ અને અબૂધાબી કરતા ધીમી
ધોનીએ કહ્યું કે, "દુબઈ અને અબૂધાબીની સરખામણીએ શારજાહ મેદાનની પિચ સૌથી ધીમી હતી અને ઝાકળને અનુકૂળ હતી અને પરિસ્થિતિઓ મહત્વપૂર્ણ હતી."
આ પણ વાંચો: રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સના નૉર્ખિયાએ કહ્યું- આ મેચ સરળ નહીં રહે
આ પણ વાંચો: IPL 2021 બીજા ભાગમાં હવે ડબલ હેડર મેચ