- મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર
- ક્રિસ ગેલ વધુ એક છગ્ગો મારશે તો બનાવી શકે છે નવો રેકોર્ડ
- IPLની આ મેચમાં ક્રિસ ગેલ 350 છગ્ગા પૂર્ણ કરશે
હૈદરાબાદઃ IPLની 14મી સિઝનમાં મંગળવારે ટૂર્નામેન્ટની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રમાશે. બન્ને ટીમ આ સિઝનમાં પહેલી વાર ટકરાશે, જેને લઈને ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, IPLની ગઈ સિઝનમાં કે. એલ. રાહુલની પંજાબ કિંગ્સ છઠ્ઠા સ્થાને પહોંચી હતી. જ્યારે રાજસ્થાન સૌથી નીચે 8મા સ્થાને હતી. આ વખતે બન્ને ટીમ મેદાન પર જોરદાર પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને આપી માત
ગેલ પાસે મંગળવારે નવો રેકોર્ડ બનાવવાની તક
મંગળવારે યોજાનારી મેચમાં યુનિવર્સ બોસના નામથી પ્રખ્યાત ક્રિસ ગેલ પણ મેદાન પર જોવા મળશે. ગેલ પંજાબની ટીમમાં છે અને આજે તેમની પાસે એક મોટો રેકોર્ડ બનાવવાનો મોકો છે. જોકે, IPLમાં ક્રિસ ગેલે અત્યાર સુધી 132 મેચમાં 349 છગ્ગા ફટકાર્યા છે. હવે જો રાજસ્થાન રોયલ્સની સામે ક્રિસ ગેલ વધુ એક છગ્ગો ફટકારશે તો તે 350 છગ્ગા ફટકારનારો ખેલાડી બની જશે.
આ પણ વાંચોઃ કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રનથી હાર આપી
ગેલ પછી સૌથી વધારે છગ્ગા ફટાકરનારો એબી ડિવિલિયર્સ
IPLમાં 350 છગ્ગા ફટકારનારો ક્રિસ ગેલ પહેલો ખેલાડી બનશે. સૌથી મહત્વની વાત તો એ છે કે, તેમના આ રેકોર્ડની આસપાસ પણ કોઈ ખેલાડીનું નામ શામેલ નથી. ગેલ પછી IPLમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રેકોર્ડ RCBના સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સ (237)ના નામે છે.