ચેન્નાઈઃ ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે TATA IPL 2023ની 16મી સિઝનની આજે છઠ્ઠી મેચ રમાઇ રહી છે. જેમાં લખનઉએ ટોસ જીતીને ચેન્નાઇને બેટીંગ આપી હતી. જેમાં ચેન્નાઇએ પ્રથમ બેટીંગને લખનઉને 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાવી હતી. લખનઉની શરુઆત સારી જોવા મળી હતી. પણ ચેન્નાઈએ વધુ રન કર્યા હતા. જેથી લખનઉ રન ચેઝ કરવા માટે ઝડપી રમત રમી હતી, પણ સાત વિકેટ ગુમાવી દીધી હતી. અને અંતે લખનઉ 12 રને હારી ગઈ હતી.
ચેન્નાઈનો સ્કોરબોર્ડઃ ચેન્નાઈ સુપરકિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી, જેમાં 20 ઓવરને અંતે સાત વિકેટ ગુમાવીને 217 રન કર્યા હતા. લખનઉને 218 રન કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈની ટીમમાંથી રૂતુરાજ ગાયકવાડ 31 બોલમાં 57 રન, કોનવે 29 બોલમાં 47 રન, શિવમ દૂબે 16 બોલમાં 27 રન, મોઈન 13 બોલમાં 19 રન, સ્ટોકેસ 8 બોલમાં 8 રન, રાયડૂ 14 બોલમાં 27 રન(નોટ આઉટ), રવિન્દ્ર જાડેજા 6 બોલમાં 3 રન, ધોની 3 બોલમાં 12 રન અને સન્ટનેર એક બોલ એક રન(નોટ આઉટ) રહ્યા હતા.
લખનઉની બોલીંગ પર એક નજરઃ લખનઉની બોલીંગની વાત કરીએ તો કે માયર્સ બે ઓવરમાં 16 રન આપ્યા હતા. અવેશ ખાન 3 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ક્રુનાલ પંડ્યા બે ઓવરમાં 21 રન, કે ગૌત્તમ એક ઓવરમાં 20 રન, માર્ક વૂડ 4 ઓવરમાં 49 રન આપી 3 વિકેટ લીધી હતી. યશ ઠાકુર 4 ઓવરમાં 36 રન આપ્યા અને રવિ બશ્નોઈ 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
લખનઉનો સ્કોરકાર્ડઃ લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 205 રન કર્યા હતા. કે એલ રાહુલ 18 બોલમાં 20 રન, કેએલ માયર્સ 22 બોલમાં 53 રન, દીપક હૂડા 6 બોલમાં 2 રન, ક્રુનાલ પંડયા 9 બોલમાં 9 રન, માર્ક્સ સ્ટોઈનિસ 18 બોલમાં 21 રન, નિકોલસ પુરણ 18 બોલમાં 32 રન, આયુશ બદોની 18 બોલમાં 23 રન, ક્રિશ્નપ્પા ગૌત્તમ 11 બોલમાં 17 રન(નોટ આઉટ) અને માર્ક વૂડ 3 બોલમાં 10રન(નોટ આઉટ) રહ્યા હતા.
ચેન્નાઈની બોલીંગઃ ચેન્નાઈની બોલીંગ લાઈનઅપ પર નજર કરીએ તો દીપક ચહર 4 ઓવરમાં 55 રન આપ્યા હતા. બેન સ્ટોક્સ એક ઓવર 18 રન, તુષાર દેશપાંડે 4 ઓવર 45 રન આપી બે વિકેટ લીધી હતી. મોઈન અલી 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. મિતશેલ સન્ટનેર 4 ઓવરમાં 21 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આર એસ હંગારગેકર બે ઓવરમાં 24 રન અને રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 14 રન આપ્યા હતા.
પોઈન્ટટેબલઃ આઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો રાજસ્થાન રોયલ 2, રોયલ ચેલેન્જર્સ 2, લખનઉ સુપર જાયન્ટ્સ 2, ગુજરાત ટાઈટન્સ 2, પંજાબ કિંગ્સ 2, ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ મેળવ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોઈન્ટમાં ખાતું ખોલાવ્યું નથી.
બોલરોનું ફોર્મ પણ ધોની માટે ચિંતાનો વિષય: ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગ્સ છતાં ચેન્નાઈને પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ દ્વારા પરાજય મળ્યો હતો. ચેન્નાઈના ચાહકો પણ પ્રથમ મેચમાં નિષ્ફળ રહેલા બાકીના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. IPLની હરાજીમાં રુપિયા 16.25 કરોડમાં ખરીદાયેલ ઇંગ્લેન્ડનો સુપરસ્ટાર બેન સ્ટોક્સ પ્રથમ ઘરઆંગણે મેચમાં પોતાની યોગ્યતા સાબિત કરવા આતુર હશે. મધ્યમ ઓવરોમાં ધીમા રન રેટ ઉપરાંત બોલરોનું ફોર્મ પણ ધોની માટે ચિંતાનું કારણ છે.
આ પણ વાંચો: Orange and Purple Cap Race : ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમા આવી રસાકસી
આ પિચ પર સ્પિનરોની ભૂમિકા: ચેન્નાઈ માટે રાહતની વાત છે કે, આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે જેમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દસ દિવસ પહેલા અહીં રમાયેલી ત્રીજી વનડેમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજા અને મિશેલ સેન્ટનર પ્રથમ મેચમાં અસરકારક નહોતા પરંતુ તેઓ અહીં લયમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈ વધારાના સ્પિનરને પણ મેદાનમાં ઉતારી શકે છે. શ્રીલંકાના મહિષ તિક્ષાના પ્રથમ ત્રણ મેચ માટે ઉપલબ્ધ નથી, તેથી જોવાનું રહેશે કે કોને તક આપવામાં આવે છે.
આ પણ વાંચો: World Cup Final: ઈમોશનલ થઈ ગયો હતો ધોની, આવું વાતાવરણ બનવું મુશ્કેલ છે
લખનૌ સુપર જાયન્ટ્સની શાનદાર ફોર્મમાં: બીજી તરફ, કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે જોરદાર જીત નોંધાવી હતી. કાયલ માયર્સે તોફાની બેટિંગ કરી અને માર્ક વૂડે 5 વિકેટ લીધી. બેટિંગમાં માયર્સ ઉપરાંત કેપ્ટન રાહુલ, નિકોલસ પૂરન અને માર્કસ સ્ટોઈનિસ પર પણ નજર રહેશે. તે જ સમયે બોલિંગમાં વુડની સાથે રવિ બિશ્નોઈ અને કે ગૌતમની ભૂમિકા મહત્વની રહેશે.
ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, સિસાંડા મગાલા, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, અહય મોંડલ, નિશાંત સિંધુ, રાજવર્ધન મિશેલ, હેન્ગર, એચ. સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, મેથીસા પાથિરાના, મહિષ તિક્ષાના, ભગત વર્મા, પ્રશાંત સોલંકી, શેખ રશીદ, તુષાર દેશપાંડે.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ: લોકેશ રાહુલ (કેપ્ટન), કાયલ માયર્સ, દીપક હુડા, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, નિકોલસ પૂરન, નવીન-ઉલ-હક, આયુષ બદોની, આવેશ ખાન, કરણ શર્મા, યુદ્ધવીર ચરક, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, માર્ક વુડ, સ્વપ્નિલ સિંહ , મનન વોહરા, ડેનિયલ સાયમ્સ, પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌતમ, જયદેવ ઉનડકટ, માર્કસ સ્ટોઈનીસ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.