દુબઈ: હોંગકોંગે ( India vs Hong Kong) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં એક ફેરફાર (asia cup 2022 IND vs HKG) થયો છે. હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ ઋષભ પંત રમી રહ્યો છે. ભારતે હોંગકોંગ સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
-
ASIA CUP 2022. Hong Kong won the toss and elected to field. https://t.co/h2xg7etUcH #INDvHK #AsiaCup2022
— BCCI (@BCCI) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ASIA CUP 2022. Hong Kong won the toss and elected to field. https://t.co/h2xg7etUcH #INDvHK #AsiaCup2022
— BCCI (@BCCI) August 31, 2022ASIA CUP 2022. Hong Kong won the toss and elected to field. https://t.co/h2xg7etUcH #INDvHK #AsiaCup2022
— BCCI (@BCCI) August 31, 2022
આ પણ વાંચો: મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષી રહ્યા છે સુવર્ણ વિનાયક
હોંગકોંગને 15મી ઓવરમાં 105ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. અવેશ ખાને એજાઝ ખાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. એજાઝ 13 બોલમાં 14 રન બનાવી શક્યો હતો. 15 ઓવર પછી હોંગકોંગનો સ્કોર ચાર વિકેટે 106 રન છે. હાલમાં કિંચિત શાહ 22 બોલમાં 26 રન અને જીશાન અલી એક રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. હોંગકોંગને 30 બોલમાં 87 રનની જરૂર છે.
ભારતે હોંગકોંગને 193 રનનો ટાર્ગેટ આપ્યો: ભારતે હોંગકોંગ (T20 Asia Cup ) સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 26 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી
આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 261.54 હતો. છેલ્લી એટલે કે 20મી ઓવરમાં સૂર્યકુમારે ચાર સિક્સર ફટકારી હતી. 20મી ઓવરમાં ભારતે સૂર્યાના ચાર છગ્ગાની મદદથી 26 રન ઉમેર્યા હતા. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવ્યા હતા.