- દિલ્હી કેપિટલ્સની ટીમ અને ફેન્સને લાગ્યો મોટો ઝટકો
- ટીમનો અનુભવી ખેલાડી આર. અશ્વિન ટીમમાંથી બ્રેક લેશે
- અશ્વિનનો પરિવાર કોરોના સંક્રમિત હોવાથી લેશે બ્રેક
હૈદરાબાદઃ IPLના આ સત્રમાં ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને IPL-14માંથી બ્રેક લીધો છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી અશ્વિને આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે, અશ્વિનનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. આવા સમયે અશ્વિને પોતાના પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ દેશમાં સતત ચોથા દિવસે 3 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 2767 દર્દીઓના મોત
મુશ્કેલ સમયમાં પરિવારને સાથ આપવા માગું છુંઃ અશ્વિન
અશ્વિને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હું કાલથી IPLની આ સિઝનથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર કોરોના સામે લડાઈ લડી રહ્યો છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માગું છું. જો બધું બરાબર રહ્યું તો હું ફરી ટીમમાં પરત ફરીશ. આભાર દિલ્હી કેપિટલ્સ.
આ પણ વાંચોઃ ભારતને મદદ કરવા અમેરિકી સંસાધનો ભારત પહોંચાડવામાં આવશેઃ US સંરક્ષણ પ્રધાન
અશ્વિનની ગેરહાજરી ટીમ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે
અત્યાર સુધી આ સિઝનમાં અશ્વિન 5 મેચમાં રમ્યો હતો અને એક વિકેટ પણ લીધી હતી. 34 વર્ષીય દિગ્ગજ ઓફ સ્પિનરની ગેરહાજરી દિલ્હી કેપિટલ્સ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ટીમે અત્યાર સુધી 5 મેચ રમી છે અને 4 વખત જીત મેળવી છે. હૈદરાબાદ સામે ટીમે સુપર ઓવર દરમિયાન જીત મેળવી હતી.