ETV Bharat / sports

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર આ વખતે IPLની હરાજીમાં શામેલ - સચિન તેંડુલકર

લોકપ્રિય ક્રિકેટ પ્લેયર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને 18 ફેબ્રુઆરીએ ચેન્નઈ ખાતે યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની હરાજી માટે ખેલાડીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યો છે.

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર આ વખતે IPLની હરાજીમાં શામેલ

author img

By

Published : Feb 15, 2021, 11:26 AM IST

  • અર્જુને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમીને મુંબઈની સિનિયર ટીમમાં પ્રવેશ મેળવ્યો
  • શ્રીલંકા પ્રવાસમાં ભારતની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું
  • સ્પિનર ​​હાશીર દાફેદારની એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી

હૈદરાબાદ: સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રવિવારે 73માં પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની ગ્રુપ-એનાં બીજા રાઉન્ડની મેચમાં 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા અને 41 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. અર્જુનનાં દમદાર પ્રદર્શનને કારણે MIG ક્રિકેટ ક્લબે ઇસ્લામ જીમખાનાને 194 રને હરાવી દીધી હતી.

એક ઓવરમાં લગાવી હતી 5 સિક્સ

મુંબઇ ક્રિકેટ એસોસિએશન(MCA)નાં નેજા હેઠળ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોના વાયરસના કારણે લોકડાઉન થયા બાદ શહેરની આ પ્રથમ ક્રિકેટ સ્પર્ધા છે. 21 વર્ષીય અર્જુને તેની શાનદાર ઇનિંગ્સ દરમિયાન 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઓફ સ્પિનર ​​હાશીર દાફેદારની એક જ ઓવરમાં પાંચ સિક્સર પણ ફટકારી હતી.

MIG ટીમે પ્રથમ બેટિંગ કરીને 45 ઓવરમાં 7 વિકેટે 385 રન બનાવ્યા

IPLની હરાજીમાં પ્રથમ વખત અર્જુનના શાનદાર પર્ફોમન્સ ઉપરાંત ઓપનર કેવિન ડીએલમેડા(96) અને ચોથા નંબરના બેટ્સમેન પ્રણેશ ખાંડિલેવાર (112)ની MIGની અદ્ભૂત જીતમાં મુખ્ય ભૂમિકા હતી. ટોસ જીત્યા બાદ MIG ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 45 ઓવરમાં 7 વિકેટે 385 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેની સામે ઇસ્લામ જીમખાનાની ટીમ 41.5 ઓવરમાં માત્ર 191 રન બનાવીને ઑલ-આઉટ થઈ ગઈ હતી. અંકુશ જયસ્વાલ (31 રન, 3 વિકેટ) અને શ્રેયસ ગુરવ (34 રન, 3 વિકેટ)એ અર્જુન સાથે મળીને વિકેટ લીધી હતી. અર્જુને તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમીને મુંબઈની સિનિયર ટીમમાં પ્રવેશ કર્યો હતો.

અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરી હતી

ચેન્નાઈમાં 18 ફેબ્રુઆરીએ યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની હરાજી માટેના ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા અર્જુને ભારતીય ટીમના ખેલાડીઓ માટે નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરી હતી. આ ઉપારંત શ્રીલંકા પ્રવાસમાં ભારતની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.