ETV Bharat / sports

Virat Kohli Gautam Gambhir Fight : કોહલી અને ગંભીર વિવાદ પર કુંબલેનું નિવેદન, કહ્યું 'જોવું સારું ન લાગ્યું' - लखनऊ सुपर जायंट्स

પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, મેદાનમાં આ રીતે ઝઘડો જોવો એ સારું નથી. તે ખૂબ જ નિરાશાજનક હતું.

Etv BharatVirat Kohli Gautam Gambhir Fight

author img

By

Published : May 2, 2023, 5:01 PM IST

નવી દિલ્હીઃ IPLની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સ પર 18 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ બાદ સ્ટેડિયમમાં બંને દિગ્ગજો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. વિરાટ કોહલી અને લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેદાનમાંથી શરૂ થયેલી આ ચર્ચા પર સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વિવાદ પર પૂર્વ ભારતીય ખેલાડી અને દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ ઝઘડાને ખોટો ગણાવ્યો છે.

આ પણ વાંચો: Fight Between Gambhir Kohli : મેચ પછી કોહલી અને ગંભીર ફરીવાર બાખડ્યા, જુઓ આ વિડીયો

કોહલી અને ગૌતમ ગંભીરનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ: સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લડાઈ બાદ તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ગરમી બાદ પૂર્વ દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેએ કહ્યું કે, બે દિગ્ગજ ખેલાડીઓ માટે મેદાન પર આ રીતે લડવું શરમજનક છે. આ ઝઘડો જોઈને સારું ન લાગ્યું.

આ પણ વાંચો: Virat Kohli Cryptic Post :ગૌતમ ગંભીર સાથે બોલાચાલી બાદ કોહલીની પોસ્ટ, ઈશારામાં ઘણા લોકો પર તંજ કસ્યો

મેચનું સન્માન કરવું જોઈએ: મેચ બાદ મેદાન પર કોહલી અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે જિયોસિનેમાના આઈપીએલ એક્સપર્ટ અનિલ કુંબલેએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'ઘણી લાગણીઓ હતી પરંતુ તમે આ ઈમોશન્સ અહીં બતાવી શકતા નથી'. તમે વાતચીત કરો તે મહત્વનું છે પરંતુ આ પ્રકારની ચર્ચા સ્વીકાર્ય નથી. ભલે ગમે તે થાય, પરંતુ તમારે તમારા પ્રતિસ્પર્ધી અને મેચનું સન્માન કરવું જોઈએ, જ્યારે મેચ સમાપ્ત થાય ત્યારે જ તમારે હાથ મિલાવીને તમારી કડવાશ છોડી દેવી પડશે. કારણ કે ખેલાડી અને વિરોધી ટીમનું સન્માન કરવું જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.