- IPL 2020 ની ક્વોલીફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની જીત
- ક્વોલીફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની હાર
- કેન વિલિયમસને 50 રનની શાનદાર અડનમ ઈનિંગ્સ રમી
અબુધાબી: IPL 2020 ની ક્વોલીફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. બેંગલોરની હાર માટે કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા.કહ્યું કે,અમારા બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
IPL 2020 ની ક્વોલીફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. બેંગલોરની હાર માટે કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા. કહ્યું કે,અમારા બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આમત્રંણ આપ્યુ હતું. બેંગલોરની શરુઆત ખરાબ રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી બીજી ઓવરમાં જ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. બેંગલોર માટે એ.બી ડિવિલીયર્સ સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી કેન વિલિયમસને અડનમ 50 રનની ઈનિંગ્સ રમી હૈદરાબાદની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.
IPL 2020 ના રોમાંચક મુકાબલામાં હૈદરાબાદે બેંગલોરને 6 વિકેટે હરાવી ક્વોલીફાયર-2માં જગ્યા બનાવી
વિરાટ કોહલીએ જાણાવ્યું કે, IPL ટૂર્નામેંન્ટ ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે. અમારી છેલ્લી 4 મેચ ખૂબ જ ખરાબ રહી હતી. દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાજે સિઝનમાં ખૂબ જ સારુ પ્રર્દશન કર્યુ છે. ચહલ અને એ.બી ડિવિલીયર્સ હંમેશા સારુ પ્રર્દશન કરતા આવી રહ્યા છે. પડિકલે પોતોનો ક્લાસ અને પ્રતિભા બતાવી. એક સીઝનમાં 400 રન બનાવવા સરળ નથી.