- પ્રથમ વખત ફાઈનલમાં પહોંચેલી દિલ્હીનો પરાજય
- હિટ મેનની ટીમે 5મી વખત જીત્યું ટાઈટલ
- ફરી એક વખત મુંબઈના હાથમાં આવી ટ્રોફી
- 5મી વખત મુંબઈ બની ચેમ્પિયન
દુબઈઃ IPL 13ના ફાઈનલ મેચમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે ઈતિહાસ રચી દિલ્હીને 5 વિકેટે હરાવ્યું છે.
દિલ્હીની ટીમે 156 રન બનાવ્યા
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મંગળવારે રમવામાં આવી રહેલા મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા હતા. જેના જવામાં મુંબઈની ટીમે 19મી ઓવરમાં જીત મેળવી છે.
-
A well made half-century for @ImRo45 in his 200th outing in the IPL.
— IndianPremierLeague (@IPL) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He also breaches the 3000-run mark as Captain.#Dream11IPL #Final pic.twitter.com/siJMPAWEWW
">A well made half-century for @ImRo45 in his 200th outing in the IPL.
— IndianPremierLeague (@IPL) November 10, 2020
He also breaches the 3000-run mark as Captain.#Dream11IPL #Final pic.twitter.com/siJMPAWEWWA well made half-century for @ImRo45 in his 200th outing in the IPL.
— IndianPremierLeague (@IPL) November 10, 2020
He also breaches the 3000-run mark as Captain.#Dream11IPL #Final pic.twitter.com/siJMPAWEWW
રોહિત-ડી કોકની 45 રનની ભાગીદારી
ક્વિન્ટન ડી કોકે પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા સાથે 45 રનની ભાગીદારી કરી હતી. 5મી ઓવરના પહેલા જ બોલ પર માર્કસ સ્ટોઇનિસે ડી કોકને આઉટ કર્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે 19 રન બનાવ્યા, રોહિત શર્માએ 68 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 19 બોલમાં 33 રનની તુફાની બેટિંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ માટે બોલ્ટે 3 અને નાથન કુલ્ટર નાઈલે 2 વિકેટ મેળવી હતી.