હૈદ્રાબાદ: IPL-2020નો પાંચમી મેચ આજે બુધવારે અબુધાબી શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાશે. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. મુંબઈ ઈન્ડિયન્સ ટૂર્નામેન્ટની બીજી મેચ રમશે, જ્યારે કોલકત્તા નાઈટ રાઈડર્સ આ મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. આ જ મેદાન પર 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે હારનો સામનો કરવા પડ્યો હતો.
કોલકત્તા નાઈટ રાઈડર્સ જોવા મળી રહી છે મજબૂત
કોલકત્તા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો ટોપ ઑર્ડરથી લઈ મિડલ ઑર્ડર અને સ્પિનર્સ સાથે ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. શુભમન ગિલ અને સુનીલ નરેન ઓપનિંગ કરશે. જ્યારે મિડલ ઓર્ડરમાં મોર્ગન અને રસેલ જેવા મોટા ખેલાડીઓ છે.
સ્પિન ડિપાર્ટમેન્ટની કમાન કુલદિપ યાદવ અને સુનીલ નરેન સંભાળશે. જ્યારે ફાસ્ટ બોલિંગ માટે પેટ કમિંન્સને લાવવામાં આવ્યો છે. કમિંન્સ સાથે યુવા બોલર શિવમ માવી અને પહેલી વાર IPL રમી રહેલા કમલેશ નાગરકોટી હશે.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટોપ ઑર્ડરમાં ડી કોકએ રન બનાવ્યા, જ્યારે મિડલ ઑર્ડરમાં સૌરભ તિવારીએ રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં મુંબઈની સંપૂર્ણ બેટિંગ લાઈન ધ્વસ્ત થઈ ગઈ હતી. હવે મુંબઈ ઈન્ડિયસ બીજી મેચમાં કોઈ પણ ભુલ કર્યા વગર મેચ જીતવાનો પ્રયત્ન કરશે.
IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયસ કોલકત્તા નાઈટ રાઈડર્સ પર હાવી રહી છે. બંન્ને ટીમે વચ્ચે 25 મેચ રમાઇ ચૂકી છે. જેમાં ફક્ત 6 મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે જીત મેળવી છે. જ્યારે 19 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2015 બાદ મુંબઈ ફક્ત એક જ વાર કોલકત્તા સામે મેચ હારી છે.
- મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેયિંગ ઈલેવન: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પાંડ્યા, કેરોન પોલાર્ડ, કૃનાલ પાંડ્યા, જેમ્સ પૈટિંસન, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહર.
- કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્લેયિંગ ઈલેવન: સુનીલ નરેન, શુભમન ગિલ, નિતીશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસલ, રિંકુ સિંહ, શિવમ માવી, કમલેશ નાગરકોટીસ, પૈટ કમિંન્સ, કુલદિપ યાદવ.