હૈદરાબાદ : કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સે 4 વિકેટથી જીત મેળવી હતી. રાજસ્થાનની ટીમને 224 રનનો લક્ષ્યાંક હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ રન ચેઝ કરવામાં સફળ થનારી ટીમ બની છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબના મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે ધમાકેદાર શરુઆત કરી હતી. રાહુલે 69 અને મયંકે 106 રન બનાવ્યા હતા. પંજાબે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 223 રન ફટકાર્યા હતા.
પંજાબે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સે 19.3 ઓવરમાં જ લક્ષ્યને પાર કરી રેકૉર્ડ સર્જયો હતો. આ પહેલા 2008માં રાજસ્થાન અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે રમાયેલી મેચમાં રૉયલ્સે 215 રનના લક્ષ્યનો પીછો કરી રેકોર્ડ સર્જયો હતો.
દિલ્હી ડેયરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે વર્ષ 2017માં દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સે 209 રનનો લક્ષ્ય પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.