દુબઈ: આઈપીએલમાં હંમેશા ટોપ પર રહેનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વખતે ચારમાંથી ત્રણ મૅચ હારી ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. 2014 બાદ પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે સતત 3 વખત હારનો સામનો કરવો પડ્યો છે. આગામી મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે થશે.
ચેન્નાઈએ બૅટિંગથી લઈને ફિલ્ડિંગ, બૉલિંગ સુધીની દરેક બાબતમાં સારું પ્રદર્શન કરવું પડશે.પંજાબ વિશે વાત કરીએ તો, મુંબઈ સામેની છેલ્લી મેચમાં મોહમ્મદ શમી ,શેલ્ટન કૉટરેલ,નશીમે સારું પ્રદર્શન કર્યું છે. સૌથી પ્રભાવતિ સ્પિનર રવિ બિશ્નોઈએ કર્યું હતું. ચેન્નઈની કમજોરી બેટિંગને જઈ પંજાબના બોલરો તેના પર હાવી થઈ શકે છે.
સંભવિત ટીમ
કિંગ્સ ઈલેવન પંજાબ :લોકેશ રાહુલ , મયંક અગ્રવાલ, કરુણ નાયર,સફરાજ ખાન,ગ્લૈન મૈક્સવેલ, નિકોલસ પૂરન, કૃષ્ણાપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, શેલ્ડન કૉટરેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, અર્શદીપ સિંહ, ક્રિસ ગેલ, મનદીપ સિંહ, હરડસ વિજોલેન, દીપક હુડ્ડા, હરપ્રીત બ્રરાર, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે, જિમ્મી નીશામ, ઈશાન પોરેલ, સિમરન સિંહ, જગદીશ સુચિત, તેજિંદર સિંહ
ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, પીયૂષ ચાવલા, ડવેન બ્રાવો, કર્ણ શર્મા, શેન વાટસન, શાર્દૂલ ઠાકુર, અંબાતી રાયડૂ, મુરલી વિજય, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, દીપક ચહર, લુંગી એનગિડી, મિશેલ સૈન્ટર, કેએમ આસિફ, નારાયણ જગદીશ, મોનૂ કુમાર, રિતુરાજા ગાયકવાડ, આર સાંઈ કિશોર, જોશ હેજલવુડ, સૈમ કરન