ન્યૂઝ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (South Africa Vs India Test in Centurion) છે. બન્ને ટીમો વચ્ચે આજે 26 ડિસેમ્બરથી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ બોક્સિંગ ડે ટેસ્ટ છે, જેમાં સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્ટ સ્ટેડિયમમાં બન્ને ટીમો ટકરાશે.
ઉલ્લેખનીય છે કે, બોક્સિંગ ડે ટેસ્ટ ઘણા દેશોની ટીમોના ક્રિકેટ કેલેન્ડરનો મહત્વપૂર્ણ ભાગ છે. જે ટીમો સામાન્ય રીતે આ મેચ રમે છે તેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. આ વખતે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ બોક્સિંગ ડે ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે રમશે. એશિઝ શ્રેણીની આ ત્રીજી મેચ છે, જે મેબરલોન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
બોક્સિંગ ડે ટેસ્ટ મેચ ?
અનેક દેશોમાં નાતાલના બીજા દિવસે (25 ડિસેમ્બર) એટલે કે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે (Boxing Day 2021) કહેવામાં (Celebrated After Christmas Day 2021) આવે છે. આ દિવસથી નવા વર્ષ સુધી લોકો રજાઓ ઉજવે છે. ક્રિકેટના શોખીનો માટે રજાઓ મનાવવાની સાથે સાથે આનંદ માણવા માટે ટેસ્ટ મેચ કરતાં વધુ સારી રીત કઈ હોઈ શકે ?
બોક્સિંગ ડેનું નામ કેવી રીતે પડ્યું ?
26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવાના ઘણા કારણો છે. આ દિવસે ચર્ચમાં પરંપરાગત રીતે બોક્સ ખોલવામાં આવે છે તેનું એક કારણ છે. અન્ય કારણ મુજબ, ક્રિસમસના દિવસે કામ કરવાના બદલામાં નોકરોને 26 ડિસેમ્બરે ભેટ આપવામાં આવે છે. આ દિવસને સેન્ટ સ્ટીવન્સના તહેવાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 26 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત કોમનવેલ્થ દેશોમાં ઘણા રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દસ દાયકા કરતાં પણ જૂનો ઇતિહાસ
બોક્સિંગ ડે પર રમાતી ક્રિકેટ મેચોનો ઈતિહાસ 100 વર્ષથી વધુ જૂનો છે. વર્ષ 1892માં વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ ટીમો વચ્ચે શેફિલ્ડ શિલ્ડ મેચ ક્રિસમસ (Sheffield Shield Match Christmas) દરમિયાન MCG ખાતે રમાઈ હતી. 26 ડિસેમ્બર એ મેચનો એક દિવસ હતો.
બોક્સિંગ ડે ટેસ્ટ મેચની કેટલીક યાદગાર ક્ષણો
- ભારતે તેની પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 1985માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી
- વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર માલ્કમ માર્શલે પોતાની કારકિર્દીની 300મી ટેસ્ટ વિકેટ લીધી હતી
- 1994માં સ્પિન જાદુગર શેન વોર્ને ઈંગ્લેન્ડ સામે હેટ્રિક નોંધાવી હતી
- 2006માં જો શેન વોર્ને ફરીથી તેની 700મી ટેસ્ટ વિકેટ ઈંગ્લેન્ડ સામે લીધી
- 1995માં અમ્પાયર ડેરેલ હેયરે શ્રીલંકાના ઓફ-સ્પિનર મુથૈયા મુરલીધરન દ્વારા બોલ ફેકવા સમયે હાથના એંગલને લઈને ત્રણ ઓવરમાં સાત વખત નો-બોલ કર્યો હતો
બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમને-સામને
- 1992 દક્ષિણ આફ્રિકા 9 વિકેટે જીત્યું
- 1996 દક્ષિણ આફ્રિકા 328 રને જીત્યું
- 2006 દક્ષિણ આફ્રિકા 174 રનથી જીત્યું
- 2010માં ભારત 87 રનથી જીત્યું
- 2013 દક્ષિણ આફ્રિકા 10 વિકેટે જીત્યું
- આજની મેચ 2021 સેન્ચુરિયનમાં રમાશે
આ પણ વાંચો: