ETV Bharat / sports

Indian women Cricketers નો જોસ્સો એકદમ High, આજે Australia સામે ટી-20 મેચ - Australia

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (India women Cricketers) બતાવી દીધું છે કે તે અલગ અલગ ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. ટીમે ગુલાબી બોલ (Pink Ball) ની ટેસ્ટ મેચમાં દબદબો દર્શાવ્યો હતો.

India women Cricketers નો જોસ્સો એકદમ High, આજે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 મેચ

author img

By

Published : Oct 7, 2021, 1:25 PM IST

  • ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટર્સનો જંગ
  • બંને ટીમ આજથી 3 મેચની ટી-20 રમશે
  • બંને ટીમ મજબૂત ફોર્મમાં છે

હૈદરાબાદ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women Cricketers ) ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ સામે 7 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં (T20 International Series) જીત મેળવવા મેદાનમાં ઉતરશેે. કેપ્ટન હરમનપ્રીત કૌરની વાપસીથી ટીમ મજબૂત બની છે. અંગૂઠાની ઈજાના કારણે હરમનપ્રીત વનડે શ્રેણી અને ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમી શકી ન હતી પરંતુ હવે તે ફિટ છે. તેના પરત આવવાથી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન મજબૂત થઈ છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી પણ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે.

Indian women Cricketers ની શાન સ્મૃતિ મંધાના આક્રમક ફોર્મમાં

ઓસ્ટ્રેલિયન પ્રવાસના છેલ્લા તબક્કા પહેલાં સ્મૃતિ મંધાના (Smriti Mandhana ) આત્મવિશ્વાસથી ભરપૂર છે. સ્મૃતિએ થોડા દિવસો પહેલાં જ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ વરિષ્ઠ બેટ્સમેન ચોક્કસપણે તે ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે, જોકે બે ફોર્મેટ વચ્ચે ઘણો તફાવત છે.

Team Australia પણ મજબૂત છે

ઓસ્ટ્રેલિયા પાસે ઘણા ઓલરાઉન્ડર છે જેથી તે પણ આ ફોર્મેટમાં ખૂબ જ મજબૂત દેખાય છે. ભારત તેને કઠિન પડકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. છેલ્લાં કેટલાક સમયથી ભારતને ટી -20 માં અનુભવી બોલર ઝૂલન ગોસ્વામીનો ટેકો નથી પરંતુ મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર અને શિખા પાંડે જેવા બોલરોએ સારો દેખાવ કર્યો છે. બેટિંગમાં ભારતની નજર મિડલ ઓર્ડરમાં વિકેટકીપર ઋચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા પર પણ રહેશે.

ટીમ ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીઓ છે

મેગ લેનિંગ-કેપ્ટન, ડાર્સી બ્રાઉન, મેટલેન બ્રાઉન, સ્ટેલા કેમ્પબેલ, નિકોલા કેરી, હેન્ના ડાર્લિંગ્ટન, એશ્લે ગાર્ડનર, એલિસા હીલી, તાહલીયા મેકગ્રા, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, જ્યોર્જિયા રેડમાયને, મોલી સ્ટ્રાનો, એન્નાબેલ સધરલેન્ડ, ટાયલા વ્લામિનક અને જ્યોર્જિયા વેરહામ.

ટીમ ઇન્ડિયામાં સમાવિષ્ટ ખેલાડીઓ

હરમનપ્રીત કૌર- કેપ્ટન, સ્મૃતિ મંધાના-વાઈસ કેપ્ટન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, શિખા પાંડે, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, ઋચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને રેણૂકા સિંહ.

આ પણ વાંચોઃ જર્મનીએ રિલીઝ કર્યો યુરો કપ-2024નો લોગો, જોવા મળ્યા 55 સભ્ય દેશોના ધ્વજના રંગ

આ પણ વાંચોઃ ભારતીય હોકી ટીમ 2022 બર્મિંગહામ CWG માંથી બહાર નીકળી ગઈ, આ કારણ આગળ મૂકવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.