સેન્ચુરિયન: દક્ષિણ આફ્રિકાએ બુધવારે સુપર સ્પોર્ટ પાર્ક ખાતે પ્રથમ ટેસ્ટના(Centurion first Test) ચોથા દિવસની રમતના અંત સુધી 40.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમ હજુ પણ 211 રનથી પાછળ છે.
મેચમાં ભારતની મજબૂત પકડ
ભારતે મેચમાં મજબૂત પકડ(IND vs SA Test) બનાવીને, વિરોધી ટીમના ચાર બેટ્સમેનોને ટૂંક સમયમાં પેવેલિયન મોકલી દીધા હતા. જેના કારણે ભારતીય ટીમને મેચ(India South Africa Test match 2021) જીતવા માટે પાંચમાં દિવસે વધુ છ વિકેટ લેવાની જરૂર પડશે. ચા બાદ, દક્ષિણ આફ્રિકા 22/1 પર આગળ વધ્યું અને એડન મારક્રમ પછી તરત જ કીગન પીટરસનની બીજી વિકેટ પડી ગઈ હતી. મોહમ્મદ સિરાજની બોલ પર 17 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતને વિજય માટે છ વિકેટ દુર
આ પછી ચોથા નંબરે આવેલા રોસી વાન ડેર ડ્યુસેને, કેપ્ટન ડીન એલ્ગર સાથે 40 રનની શાનદાર ભાગીદારી કરી હતી. પરંતુ આ ભાગીદારી પણ લાંબો સમય ટકી ન હતી. કારણ કે દુસાન (11) જસપ્રિત બુમરાહના(First Test match in Jaspreet Bumrah SA) બોલ પર બોલ્ડ થયો હતો. આ પછી બુમરાહની પાછળ નાઈટ વોચમેન કેશવ મહારાજ પણ આવ્યો હતો. આ રીતે ચોથા દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 94/4(South Africa First Test Match Score) હતો. કેપ્ટન એલ્ગર (52) સ્કોર કર્યા બાદ ક્રિઝ પર હાજર છે. આ સાથે જ ભારતે આ મેચ જીતવા(IND vs SA Test Series) માટે છ વિકેટ લેવી પડશે.
આ પણ વાંચોઃ DAVID WARNER: ટેસ્ટ માંથી નિવૃતિ લેતા પહેલા ભારત સામે સિરીઝ જીતવા માંગે છે
આ પણ વાંચોઃ India v South Africa Test match: ભારતે પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 327 રન ખડક્યાં